loader

Breaking News


Home > Gujarat > સર્વરમાં ટેકનિકલ ખામી થતાં પુરવઠા કર્મીનાં પગાર અટક્યા


Foto

સર્વરમાં ટેકનિકલ ખામી થતાં પુરવઠા કર્મીનાં પગાર અટક્યા

Nov. 7, 2018, 1:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજયનાં પુરવઠા વિભાગ હસ્તકની અમદાવાદની અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરીનાં ઉચ્ચ અધિકારીઓ સહિતનાં તમામ કર્મચારીઓની દિવાળીનાં તહેવારની મજા બગડે તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે, સર્વરની ટેકનીકલ ખામીને લઇ શહેરની પુરવઠા કચેરીનાં કર્મચારીઓનો ઓકટોબર માસનો પગાર આજે પણ બેંક ખાતામાં જમા થઇ શકયો ન હતો. જેને લઇ કર્મચારીઓ અને અધિકારવર્ગમાં નારાજગી અને ઉદાસીનતાની લાગણી છવાઇ છે.



રાજયનાં પુરવઠા વિભાગ હસ્તકની અમદાવાદની અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરીના ઉચ્ચ અધિકારીઓ સહિતનાં તમામ કર્મચારીઓનો પગાર આમ તો સામાન્ય સંજાગોમાં નિયમિત રીતે થઇ જતો હોય છે પરંતુ આ વખતે ગાંધીનગરનાં સ્ટેટ કંટ્રોલનાં સર્વરમાં ટેકનીકલ ખામી સર્જાતા અમદાવાની અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરીનાં કર્મચારીઓ-અધિકારીઓનો પગાર સલવાયો છે. હજુ સુધી આજે દિવાળીના આગલા દિવસ સુધી કર્મચારીઓનો પગાર ખાતામાં જમા થયો નથી, જેને લઇ કચેરીનાં કર્મચારીઓઅધિકારીઓમાં દિવાળીનાં તહેવાર ટાણે જ પગારની તંગી ઉભી થતાં નારાજગી અને ઉદાસીનતાની લાગણી ફેલાઇ છે. ખાસ કરીને પુરવઠા કચેરીનાં કર્મચારીઓ અને અધિકારીઓનાં પરિવારજનોની દિવાળીને લઇ ખરીદી સહિતનાં કામો અટવાઇ પડયા છે. જો કે, સરકારનાં સત્તાધીશો મોડે મોડે પણ કર્મચારીઓનો પગાર થઇ જાય અને તેમની દિવાળીની મજા બગડે નહી તેવા તમામ પ્રયાસો કરી રહ્યા છે.