loader

Breaking News


Home > Sports > સ્ટાર ઈંડિયા આવતા પાંચ વર્ષ સુધી IPLનું પ્રસારણ કરશે


Foto

સ્ટાર ઈંડિયા આવતા પાંચ વર્ષ સુધી IPLનું પ્રસારણ કરશે

Sept. 5, 2017, 4:38 p.m.
      Whatsapp   

ભારતીય ક્રિકેટ બોર્ડે IPLના ટેલીવિઝન અને ડિજીટલ અધિકારોને 16,347 રૂપિયામાં સ્ટાર ઈંડિયાને વેચી દીધા છે. 2018 થી 2022 સુધી IPL ના મેચોનું પ્રસારણ અધિકાર હવે સ્ટાર ઈંડિયા પાસે રહેશે.

વર્ષ 2008માં સોની પિક્ચર્સે 8200 કરોડની બોલી સાથે આ રાઇટ્સ પર કબજો કર્યો હતો. સોમવારે IPLના પ્રસારણ અધિકારની મુંબઇમાં હરાજી થઇ હતી. આ પ્રક્રિયામાં સ્ટાર ઈંડિયાએ 16,347 કરોડ રૂપિયાની સૌથી ઉંચી બોલી લગાવી આ અધિકાર પોતાના નામે કર્યા હતા. IPLના પ્રસારણ અધિકાર ખરીદવા માટે સ્ટાર ઈંડિયા સહિત કુલ 24 કંપનીયો સ્પર્ધામાં હતી. જેમાં ફેસબુક, એમેજોન, ટ્વિટર, યાહૂ, રિલાયંસ જિયો, સોની પિક્ચર્સ, ડિસ્કવરી, સ્કાઇ, બ્રિટિશ ટેલિકોમ અને ઇએસપીએન ડિજીટલ મીડિયા જેવી મોટી કંપનીયોના નામ હતા.

બીસીસીઆઇના અધિકારીઓનું માનવું હતુ કે, બોલી લગભગ 20 હજાર સુધી જશે અને અંતમાં પ્રસારણ અધિકારોનું વેચાણ આ આંકડાની આસપાસ પહોચ્યું હતુ. પ્રસારણ અધિકાર હવે સ્ટાર ઈંડિયા પાસે રહેશે. મહત્વની બાબત એ છે કે આ વેચાણથી બીસીસીઆઇની તિજોરીમાં ધનનું ભારણ વધી ગયુ છે.