loader

Breaking News


Home > International > નવા વર્ષના સ્વાગત માટે વિશ્વભરમાં કાઉન્ટ ડાઉન શરૂ


Foto

નવા વર્ષના સ્વાગત માટે વિશ્વભરમાં કાઉન્ટ ડાઉન શરૂ

Dec. 31, 2018, 2:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : વર્ષ ૨૦૧૮ને પરંપરાગતરીતે આજે વિદાય આપવા અને નવા વર્ષ ૨૦૧૯નુ સ્વાગત કરવા માટે દુનિયાના દેશોના લોકો સજ્જ થઇ ગયા છે. નવા વર્ષનુ સ્વાગત કરવા માટે તમામ લોકો ઉત્સુક છે. કાઉન્ટ ડાઉન પણ શરૂ થઇ ગયુ છે. કેટલીક જગ્યાએ તો પહેલાથી જ વર્ષ ૨૦૧૯ના નવા વર્ષની ઉજવણીનો દોર પણ શરૂ થઈ ગયો છે. આ જશ્ન આગામી બે દિવસ સુધી ચાલુ રહે તેવી સંભાવાના છે. સમગ્ર વિશ્વના દેશો જશ્નની તૈયારીમાં વ્યસ્ત છે. સાંજ પડતાની સાથે જ ૨૦૧૮ને વિદાય આપવા અને ૨૦૧૯ને આવકારવા માટેના રંગારંગ કાર્યક્રમ શરૂ થનાર છે. હવે આગામી એક-બે દિવસ સુધી યથાવતરીતે ચાલુ જ રહેશે.

વર્ષ ૨૦૧૮ને વિદાય આપવા અને વર્ષ ૨૦૧૯નું સ્વાગત કરવા માટે વિશ્વના દેશો સંપૂર્ણપણે તૈયાર થયા છે. જુદા જુદા દેશોમાં પાર્ટીઓનો દોર નવા વર્ષની શરૂઆત થાય તે પહેલાં જ શરૂ થયો હતો. પરંપરાગત રીતે ઘણા દેશોમાં નવા વર્ષનું ભવ્ય આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવનાર છે. નવા વર્ષને આવકારવા મોટા દેશોમાં ઘણા દિવસ પહેલાંથી જ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.નવા વર્ષને આવકારવામાં લોકો વ્યસ્ત દેખાયા હતા.

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં નવા વર્ષની સૌથી પહેલા શરૂઆત થનાર છે. હમેંશા જ ઓકલેન્ડ નવા વર્ષની ઉજવણી કરનાર વિશ્વનું સૌથી પ્રથમ શહેર બને છે. ઓસ્ટ્રેલિયાના સિડની, મેલબોર્ન, પર્થમાં ભવ્ય આતશબાજીના નજારા જાવા મળનાર છે. બીજી બાજુ વિશ્વના દેશો પણ નવા વર્ષનું ભવ્ય કાર્યક્રમ અને શાનદાર આતશબાજી સાથે સ્વાગત કરવા સુસજ્જ થઈ ગયા છે.ઓકલેન્ડ શહેર બાદ ઓસ્ટ્રેલિયાના પાટનગર સિડનીમાં ઉજવણી કરવામાં આવનાર છે. સિડનીના લોકપ્રિય બંદર પર નવા વર્ષની ઉજવણી માટે પહેલાથી જ તૈયારી કરી લેવામાં આવી છે.