loader

Breaking News


Home > National > હરિયાણામાં આજથી જાટ આંદોલન શરુ, સરકારે સુરક્ષા વ્યવસ્થા કરી મજબુત


Foto

હરિયાણામાં આજથી જાટ આંદોલન શરુ, સરકારે સુરક્ષા વ્યવસ્થા કરી મજબુત

Aug. 16, 2018, 11 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ચંડીગઢ : અખિલ ભારતીય જાટ આરક્ષણ સમિતિએ નવ જીલાઓમાં ૧૬ ઓગષ્ટથી જાટ આરક્ષણ આંદોલન શરુ કરવાની જાહેરાત કરી છે તેમજ ઈનેલોએ પણ ૧૮ ઓગષ્ટે હરિયાણા બંધનું એલાન આપ્યું છે. જો કે આ બંને આંદોલનને લઈને હરિયાણા સરકારે પણ પુરતી તૈયારી કરી લીધી છે.

મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર હરિયાણાનાં મુખ્ય સચિવ ડીએસ ઢેસી, ગૃહ સચિવ એસએસ પ્રસાદ અને પોલીસ મહાનિદેશક બીએસ સંધુ પાસેથી જાટ આંદોલન અને હરિયાણા બંધને લઈને રીપોર્ટ મેળવી રહ્યા છે. મુખ્ય સચિવે કાયદો અને વ્યવસ્થા પર ચર્ચા કરવા માટે અધિકારીઓની બેઠક પણ આયોજિત કરી છે. તેઓએ જણાવ્યું હતું કે આરક્ષણ આંદોલન અને ઈનેલોનાં હરિયાણા બંધને નજરમાં રાખતા સરકારે સુરક્ષા વ્યવસ્થાને લઈને કડક બંદોબસ્ત કર્યો છે.