loader

Breaking News


Home > Gujarat > સપ્ટેમ્બરથી જૂનાગઢમાં એડવેન્ચર કોર્સ થશે શરૂ


Foto

સપ્ટેમ્બરથી જૂનાગઢમાં એડવેન્ચર કોર્સ થશે શરૂ

Aug. 30, 2018, 11:38 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : રાજ્ય સરકારનાં રમત, ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર હેઠળની પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ ખાતે ગુજરાતનાં બાળકો, યુવક-યુવતીઓ માટે સાહસિક, આત્મવિશ્વાસનાં ગુણ ખીલે, શારીરિક- માનસિક રીતે સ્વસ્થ બને, પર્વતોથી પ્રત્યેક રીતે માહિતગાર થાય, પ્રકૃત્તિ શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી સપ્ટેમ્બર ૨૦૧૮ થી જાન્યુઆરી ૨૦૧૯ સુધી એડવેન્ચર કોર્સ (૮ થી ૧૩ વર્ષના બાળકો માટે ૭ દિવસ) તથા બેઝિક કોર્સ (૧૪ થી ૪૫ વર્ષના યુવક-યુવતીઓ માટે ૧૦ દિવસ) નું આયોજન કરાશે એમ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર-જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.



યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ કોર્ષનો સમયગાળો તથા ફોર્મ વેબસાઇટ પરથી મેળવી શકાશે. આ બંને શિબિરનાં ફોર્મ ઓનલાઇન ડાઉનલોડ કરી કોર્સનાં એક મહિના અગાઉ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, રાધાનગર સોસાયટી, ગિરનાર દરવાજા, જૂનાગઢ ખાતે ૦૨૮૫-૨૬૨૭૨૨૮ રૂબરૂ અથવા પોસ્ટથી મોકલી આપવાના રહેશે, તેમ વધુમાં જણાવાયુ છે.