loader

Breaking News


Home > Gujarat > રાજ્યના દલિતોને વિજય રૂપાણી સરકાર પર વિશ્વાસ રહ્યો નથી, મેવાણીએ કર્યો આક્ષેપ


Foto

રાજ્યના દલિતોને વિજય રૂપાણી સરકાર પર વિશ્વાસ રહ્યો નથી, મેવાણીએ કર્યો આક્ષેપ

Feb. 26, 2018, 2:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં આજે ભારે ધાંધલ ધમાલ જોવા મળી હતી. પાટણ કલેક્ટર કચેરી આગળ ભાનુભાઈ વણકરે કરેલ આત્મવિલોપન મામલે ગૃહમાં આજે ચર્ચા થઇ હતી જેમાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, કિરીટ પટેલ, શૈલેશ પરમારે ભાગ લીધો હતો. જો કે સરકાર તરફહી યોગ્ય જવાબ નાં મળતા તેઓએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું.

જીગ્નેશ મેવાણીએ સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો કે વિજય રૂપાણી સરકાર ચોખ્ખી દલિત વિરોધી સરકાર છે અને દલિતોને આ સરકાર પર હવે વિશ્વાસ રહ્યો નથી. ભાનુભાઈ વણકર આત્મવિલોપન મુદ્દે સરકારે તદ્દન બેદરકારી રાખી છે. વધુમાં મેવાણીએ જણાવ્યું હતું કે ઉનાકાંડમાં પણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મોટા સમઢીયાળા જઈને વચનોની લહાણી કરી આવ્યાં હતા પણ તેમાંનું એકપણ વચન ભાજપ સરકારે પાળી બતાવ્યું નથી.

વધુમાં જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે થાનગઢની SIT નો રીપોર્ટ હજુ સુધી વિધાનસભામાં રજુ કરવામાં આવ્યો નથી. બીજી તરફ કોંગ્રેસના ઉપનેતા શૈલેશ પરમારે જણાવ્યું હતું કે ભાનુભાઈનાં પરિવારને જે માંગણીઓ લેખિતમાં સ્વિકારીને આપવામાં આવી છે તે ગૃહમાં ફરીથી રજુ કરવામાં આવે. જો કે સરકારે આ આ બાબતે ઇનકાર કરી દીધો હતો.