loader

Breaking News


Home > Gujarat > તાલુકાઓમાં સરકારી કોલેજો શરુ કરવા રાજ્ય સરકારનો પ્રયાસ, આદિવાસી તાલુકાઓમાં પ્રાથમિકતા અપાશે


Foto

તાલુકાઓમાં સરકારી કોલેજો શરુ કરવા રાજ્ય સરકારનો પ્રયાસ, આદિવાસી તાલુકાઓમાં પ્રાથમિકતા અપાશે

March 7, 2018, 12:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન પાટણ અને અમદાવાદ જિલ્લામાં આવેલી વિજ્ઞાન પ્રવાહની સરકારી કોલેજા સંદર્ભના ધારાસભ્ય દ્વારા પુછાયેલા પ્રશ્નો રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રત્યુત્તર પાઠવ્યો હતો. મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક તાલુકામાં સરકારી કોલેજ કાર્યરત થાય તે માટે રાજ્ય સરકારે ખાસ ભાર મૂક્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, નવનિર્મિત એવા બિન આદિવાસી એવા ૧૪ અને ૪ આદિવાસી મળી આવા ૧૮ તાલુકામાં સરકારી કોલેજા શરૂ કરવા રાજ્ય સરકારે આયોજન કર્યું છે.

ત્યારબાદ જે તે તાલુકામાં જરૂરિયાત મુજબની વધારાની કોલેજ શરૂ કરવા રાજ્ય સરકાર વિચારણા કરશે એમ પણ મંત્રીએ જણાવ્યું હતું. મંત્રી ચૂડાસમાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જે તે તાલુકામાં કોલેજાની મંજૂરી મળતા જ જે તે શાળાનું સુવિધાપૂર્ણ મકાન હોય ત્યાં કોલેજ શરૂ કરવામાં આવે છે ત્યાર બાદ જમીન મેળવી કોલેજ માટે મકાન બાંધવાની કામગીરી હાથ ધરાય છે. આમ મંજૂરી મળતા જ કોલેજ શરૂ કરવામાં આવે છે.