loader

Breaking News


Home > National > મહિલાઓની સુરક્ષા માટે ભારતનું આ રાજ્ય છે શ્રેષ્ઠ


Foto

મહિલાઓની સુરક્ષા માટે ભારતનું આ રાજ્ય છે શ્રેષ્ઠ

July 23, 2018, 11:14 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ રાજ્ય કયાં છે તે અંગે પ્રશ્ન કરવામાં આવે તો હવે તેનો જવાબ ગોવા છે. જીવીઆઇનાં હજુ સુધીનાં સૌથી પહેલા તારણમાં કહેવામાં આવ્યુ છે કે ગોવા દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય છે.ભારતનું આ રાજ્ય મહિલાઓ માટે શ્રેષ્ઠ છે. આ યાદીમાં કેરળ બીજા સ્થાને છે. જ્યારે મિઝોરમ ત્રીજા સ્થાને છે. ગોવા ૦.૬૬ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને અને કેરળ ૦.૬૩ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. આવી જ રીતે મહિલાઓ માટે સૌથી જોખમી અને ખરાબ ગણતા રાજ્યોની વાત કરવામાં આવે તો આ યાદીમાં બિહાર પ્રથમ સ્થાને છે. બિહાર ઉપરાંત ઝારખંડ, ઉત્તરપ્રદેશ પણ યાદીમાં સામેલ છે. જો કે તમામ માટે આશ્ચર્યજનક બાબત એ છે કે દિલ્હી મહિલાઓ માટે સૌથી ખરાબ નથી. હાલનાં વર્ષમાં દિલ્હીમાં મહિલાઓ સામે સૌથી વધારે બનાવો બનતા રહ્યા છે. દિલ્હીને કેટલાક નિષ્ણાંતો રેપ કેપિટલ તરીકે પણ ગણે છે. જો કે યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ચાર પરિબળોને ધ્યાનમાં લઇને સર્વેનાં તારણ જારી કરવામાં આવ્યા છે. જેમાં પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, ગરીબી અને સુરક્ષા જેવા પાસાનો સમાવેશ થાય છે. પ્લાન ઇન્ડિયા દ્વારા આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બુધવારનાં દિવસે અહેવાલ જારી કરવામાં આવ્યો હતો. ઇન્ડેક્સમમાં ગોવાને પ્રથમ સ્થાન પર મુકી દેવામાં આવ્યુ છે. ૦.૬૫૬ પોઇન્ટ સાથે તે પ્રથમ સ્થાન પર છે. ૦.૫૩૧૪નાં રાષ્ટ્રીય સરેરાશ કરતા તે વધારે છે. ગોવા મહિલા સુરક્ષાનાં મામલે પણ દેશમાં પ્રથમ સ્થાન પર છે.

શિક્ષણનાં મામલે તે પાંચમા સ્થાને અને આરોગ્યનાં મામલે છઠ્ઠા સ્થાને છે. ગોવાની પ્રતિષ્ઠામાં આના કારણે વધારો થયો છે. ગોવા દેશનું પ્રવાસી સ્થળ તરીકે ગણવામાં આવે છે. ખુબસુરત બીચ અને શાનદાર હોટેલનાં કારણે તેની લોકપ્રિયતા રહેલી છે. આવી જ રીતે સૌથી ખરાબ ગણાતા રાજ્યોમાં બિહાર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી છે. મહિલાઓની સુરક્ષાનાં મામલે અહીં નિરાશાજનક સ્થિતી રહેલી છે. અભ્યાસનાં તારણ જારી કરવામાં આવ્યા બાદ હજુ સુધી કોઇ પણ રાજ્ય તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો કે આને લઇને પણ કેટલાક રાજકીય પક્ષો તેમની પ્રતિક્રિયા આપે તેવા સંકેત છે. સૌથી સુરક્ષિત અને સૌથી ખરાબ રાજ્યોની યાદી નક્કી કરતી વેળા કેટલીક બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. જે અનેક પરિબળો પર આધારિત છે.