loader

Breaking News


Home > Gujarat > પ્રજાસતાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી મહેસાણા ખાતે કરવામાં આવી, રાજ્યપાલે ફરકાવ્યો તિરંગો


Foto

પ્રજાસતાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી મહેસાણા ખાતે કરવામાં આવી, રાજ્યપાલે ફરકાવ્યો તિરંગો

Jan. 26, 2018, 2:35 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મહેસાણા : આજે પ્રજાસત્તાક દિન નિમિતે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ મહેસાણા ખાતે યોજાયો હતો જેમાં રાજ્યપાલ ઓ.પી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. પ્રજાસત્તાક દિન નિમિતે મહેસાણા ખાતે ઘણાં બધા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ તિરંગાનાં કલરમાં સૂર્ય નમસ્કાર કરીને યોગ સાથે દેશભક્તિનો સુભગ સમન્વય કર્યો હતો. બાળકોએ કેસરી, સફેદ અને લીલા વસ્ત્રોમાં સૂર્યનમસ્કાર કર્યા હતાં.

પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી મહેસાણામાં થવાની હોવાથી તમામ રોડ રસ્તાને નવીન બનાવાઈ દેવામાં આવ્યાં હતાં તેમજ સરકારી ઈમારતોને પણ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી. રાજ્યપાલ ઓ.પી કોહલીએ પ્રજાસત્તાક દિન નિમિતે ધ્વજવંદન કર્યું હતું તેમજ પોલીસ પરેડ પણ નિહાળી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેર્લી અવનવી કરતબ જોઇને સામાન્ય જનતા પણ આશ્ચર્યચકિત થઇ ગઈ હતી.