loader

Breaking News


Home > Gujarat > રાજ્યમાં દારૂબંધી કાગળ પર, અલ્પેશ - હાર્દિક - જીગ્નેશે જનતા રેડ કરી પકડ્યો દારૂ


Foto

રાજ્યમાં દારૂબંધી કાગળ પર, અલ્પેશ - હાર્દિક - જીગ્નેશે જનતા રેડ કરી પકડ્યો દારૂ

July 5, 2018, 4:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતની ભાજપ સરકાર દારૂબંધી મુદ્દે સદંતર નિષ્ફળ નીવડી છે તેનો તાજો દાખલો આજે જોવા મળ્યો હતો. સોલામાં દેશી દારૂ પીધા બાદ ચાર વ્યક્તિની તબિયત બગડતાં તેમને દાખલ કરવામાં આવ્યાં હતા. આજે હાર્દિક પટેલ તેમજ રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તેમની મુલાકાત લીધી હતી.

ત્યારબાદ તેઓએ જનતા રેડ કરી હતી. ચોંકાવનારી બાબત તો એ છે કે ગાંધીનગર ડીએસપી ઓફીસથી લગભગ ૧૦૦ મીટર દુર આવેલ આદીવાડા ખાતે તેઓએ જનતા રેડ કરીને દારુ પકડ્યો હતો. જ્યાં પોલીસ ઓફીસરની કચેરીથી આટલે નજીક દારૂ વેચાતો હોય ત્યાં રાજ્યનાં અન્ય વિસ્તારોમાં શું હાલત હશે તે વિચારવાલાયક પ્રશ્ન છે. આ મુદ્દે પ્રજા જણાવી રહી છે કે સરકાર દારુબંધી અટકાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે.