loader

Breaking News


Home > Gujarat > રુપાણી સરકારનાં રાજમાં તસ્કરોએ ઘરમાં ઘુસી શીરો બનાવી લૂંટ ચલાવી


Foto

રુપાણી સરકારનાં રાજમાં તસ્કરોએ ઘરમાં ઘુસી શીરો બનાવી લૂંટ ચલાવી

May 5, 2018, 11:18 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગર જ્યાં IAS, IPSથી લઇને મુખ્યમંત્રી, મંત્રીઓ નેતાઓનું જે હબ કહેવાય, જ્યાંથી તમામ હુકમો, ઓર્ડરો, સુચનાઓ મળતી હોય અને ત્યારે ગુજરાતમાં ક્રાઇમ રેશીયો તો વધ્યો છે. ત્યારે ગુજરાતનું કહેવાતુ પાટનગર પણ બાકાત નથી, ત્યારે તસ્કરોએ ઘરમાં ઘુસીને શીરો બનાવ્યા બાદ લૂંટ ચલાવી હતી. તસ્કરોની હવે નવી મોડસ ઓપરેન્ડી હોય તેમ ઘરમાં ઘુસીને મીસ્ટાન જમ્યા બાદ જ ચોરીને અંજામ આપવાનો, ત્યારે ગુજરાતની અને ખાસ ગાંધીનગર પોલીસ માટે તસ્કરોનો તમાચો હોય તેવું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે. ત્યારે ગુજરાતનાં પાટનગરમાં પ્રજા સલામત ન હોય તો અન્ય જિલ્લાઓની વાત કહેવી કેટલી અઘરી હશે?




ગુજરાતનું પાટનગર કહેવાતુ ગાંધીનગર જે વર્ષોથી પોતાના શાંત વાતાવરણ અને હરિયાળીનાં કારણે ઘણુ પ્રખ્યાત છે. ગાંધીનગર જેવા શાંત અને ક્રાઇમ ફ્રી શહેરમાં અચાનક એક એવી ઘટના બની ગઇ છે જેને લઇને રહીસોમાં ભયનું વાતાવરણ ઉભુ થયુ છે. ગાંધીનગરનાં સેક્ટર-14માં ચોરોએ કરી એવી ચોરી કે જેની ચર્ચા દૂર દૂર સુધી થઇ રહી છે. સેક્ટર-14માં આવેલ ચોરોએ ત્રણ બંધ મકાનોનાં તાળા તોળી અને બાદમાં શીરો બનાવીને ખાધો હતો. આ ઘટના વિશે સાંભળતા જ તમને કદાચીત હસુ પણ આવી શકે છે કે ચોર ચોરી કરવા આવ્યો હતો કે શીરો ખાવા?

પ્રાપ્ત માહિતી અનુસાર, ચોરની સંખ્યા બે થી ત્રણ કહેવાય રહી છે, જેમણે પોતાની ચાલાકીથી સેક્ટર-14માં રહેતા હિમાંશુભાઇ રતિલાલનાં ઘરમાં રાખેલ લોંખડની તિજોરી તોડી લાખો રૂપિયાની લૂંટ મચાવી હતી. જેમાં સોના, ચાંદીના દાગીના અને આઠ હજાર રોકડનો સમાવેશ થાય છે. ચોરે મૌકાની તાક જોઇ લૂંટ મચાવી હતી. રહીસોનાં જણાવ્યાં મુજબ આ ચોરોએ જે રીતે ચોરી કરી છે તે કોઇની બાતમી વિના બની જ ન શકે. જે શહેરમાં મોટા-મોટા નેતાઓની હાજરી હોય, IAS, IPS તથા મુખ્યમંત્રી પોતે આ શહેરમાં રહેતા હોય તે શહેરમાં આ રીતે ચોરી થવી તે સરકાર માટે અને ખાસ પોલીસ તંત્ર માટે શરમની વાત બની છે.