loader

Breaking News


Home > Sports > ફિટનેસને લઇને ઉઠી રહેલા સવાલો પર ધોનીએ આપ્યું આ નિવેદન


Foto

ફિટનેસને લઇને ઉઠી રહેલા સવાલો પર ધોનીએ આપ્યું આ નિવેદન

May 30, 2018, 11:08 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ચૈન્નઇ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ફિટનેસને લઇને ઉઠી રહેલા સવાલોને આઇપીએલનો ખિતાબ જીતીને બતાવ્યુ છે કે, જો ફિટનેસ હશે તો ઉંમર બાંધારૂપ થતી નથી. જીત ત્યારે મળશે જ્યારે મનોબળ મજબૂત હોય. આઇપીએલ ૧૧ની ફાઇનલ મેચમાં જબરદસ્ત પ્રદર્શન કરતાં ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને કારમી હાર આપીને ટાઇટલ પોતાના નામે કરી લીધું છે.





ધોનીએ ચેન્નાઇની ટીમને ત્રીજીવાર ચેમ્પિયન બનાવી, આ સાથે જ ધોનીની ફિટનેસને લઇને ઉઠી રહેલા સવાલો પર પણ પૂર્ણવિરામ લાગી ગયું છે. ધોનીએ આઇપીએલ જીત્યા બાદ ફિટનેસ પર મોટુ નિવેદન આપ્યું કે, ઉંમર ના પુછો, ફિટનેસ દેખો, કેમકે ફિટનેસ મહત્વની હોય છે. ધોનીએ કહ્યું કે, ‘આપણે ઉંમર વિશે વાત કરીએ છીએ, પણ ફિટનેસ વધુ મહત્વની છે. રાયડુ ૩૩ વર્ષનો છે, પણ ઉંમર મહત્વની નથી. જો તમે કોઇપણ કેપ્ટનને પુછશો તો એવો ખેલાડી ઇચ્છશે કે તે ફિટ હોય.’ તેણે કહ્યું કે, ‘અમે અમારી નબળાઇઓ જાણતા હતા. જો વૉટસન ડાઇવ લગાવવાની કોશિશ કરતો તો તે ઇજાગ્રસ્ત થઇ શકતો હતો, તેથી તેને એવુ ના કરવા માટે કહેવામાં આવ્યુ, ઉંમર માત્ર નંબર છે, પણ તમારે પુરેપુરા ફિટ હોવું જાઇએ.’ ધોનીએ કહ્યું કે, ‘જ્યારે તમે ફાઇનલમાં પહોંચો છો તો દરેક વ્યક્તિ પોતાની ભૂમિકા જાણે છે. જ્યારે તમે ફિલ્ડમાં હોય ત્યારે તમારે તમારી સમજણ મુજબ કામ કરવાનું હોય છે. અમારા બેટ્‌સમેન પોતાની શૈલીથી પરિચિત હતા અને તે જ કારણ છે કે અમે આઇપીએલ ખિતાબ પોતાના નામે કરવામાં સફળ રહ્યા.