loader

Breaking News


Home > National > SC-ST Act મુદ્દે સુમિત્રા મહાજને આપ્યું નિવેદન, બાળક પાસેથી ચોકલેટ તુરંત જ લેવી શક્ય નથી


Foto

SC-ST Act મુદ્દે સુમિત્રા મહાજને આપ્યું નિવેદન, બાળક પાસેથી ચોકલેટ તુરંત જ લેવી શક્ય નથી

Sept. 7, 2018, 10:55 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : એસસી/એસટી એક્ટ મુદ્દે દેશભરમાં ચાલી રહેલા આંદોલનને લઇને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને ગુરુવારે એક મોટુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે, કાયદો તો સંસદમાં જ બનાવવાનો છે, પરંતુ દરેક સાંસદોએ ભેગા મળીને આ વિષય પર વિચાર કરવો જોઇએ. તેમણે કહ્યુ કે, આ કાયદો બદલવાને લઇને રાજનીતિ ન કરી શકાય.



લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને કહ્યુ કે, આ વિષયને લઇને યોગ્ય વાતાવરણ બનાવવું સમાજનાં દરેક લોકોની જવાબદારી બને છે. તેમણે કહ્યુ કે, હુ એક નાની મનોવૈજ્ઞાનિક વાર્તાનાં માધ્યમથી મારી વાત સમજાવવાનો પ્રયત્ન કરુ છુ, સમજી લો કે મે મારા બાળકનાં હાથમાં મોટી ચોકલેટ આપી દીધી અને ત્યાર બાદ મને એ વિચાર આવે કે એક સાથે આટલી મોટી ચોકલેટ ખાવુ તેના સ્વાસ્થ્ય માટે સારુ નથી. પરંતુ હવે તમે બાળક પાસેથી જોર જબરદસ્તીથી તે ચોકલેટ લેવા માંગો તો તમે તે નહી કરી શકો. આમ કરવાથી તે ગુસ્સે ભરાશે અને રડવા લાગશે. પરંતુ હા જો બે-ત્રણ સમજણભર્યા લોકો બાળકને સમજાવીને તે ચોકલેટ લઇ શકે છે. સુમિત્રા મહાજને કહ્યુ કે, મારો કહેવાનો અર્થ છે કે કોઇ પણ વ્યક્તિને આપવામાં આવેલી કોઇ પણ ચીજ-વસ્તુ જો કોઇ તુરંત જ જુટવી લેશે તો મોટો વિસ્ફોટ થઇ શકે છે.

સુમિત્રા મહાજને વધુમાં જણાવ્યું કે, આપણે લોકોને તેમનો ન્યાય આપવાનો છે, આપણે અન્યાયનાં મુદ્દે બરાબરી કરવી નથી. જો ન્યાયની વાત હોય તો તે લોકોને સમજાવીને પણ આપી શકાય છે. તેમણે કહ્યુ કે, દરેકનાં મનમાં નાની જાતિઓ પ્રત્યે તે ભાવનાઓ જાગવી જોઇએ કે તેમના પર હવે અત્યાચાર કરવામાં નહી આવે.