loader

Breaking News


Home > Gujarat > સ્ટેચ્યું ઓફ યુનિટી : તમિલમાં સ્પેલિંગ ખોટો, સરકારે સ્વિકારી ભૂલ


Foto

સ્ટેચ્યું ઓફ યુનિટી : તમિલમાં સ્પેલિંગ ખોટો, સરકારે સ્વિકારી ભૂલ

Nov. 6, 2018, 2:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ઘણા મહાનુભાવો સામેલ હતા. દરેક વ્યક્તિએ આ મહાન મૂર્તિ તરફ જોયું પણ કોઈએ તમિલમાં લખેલા લખાણ પર ધ્યાન આપ્યું ન હતું જેમાં એક ભૂલ હતી. જો કે સરકારે હવે તે ભૂલ સ્વિકારી લીધી છે.

પ્રતિમા બાબતે ઘણી ભાષાઓમાં માહિતી લખવામાં આવી છે જેમાં તમિલ ભાષામાં સ્પેલિંગની ભૂલ છે. જો કે હવે તેના અલગ અલગ અર્થ કાઢવામાં આવી રહ્યા છે. ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયે એક ફોટો શેયર કર્યો હતો જેમાં સ્પેલિંગની ભૂલ છે જો કે ઘણા લોકોએ તેને નકલી ગણાવ્યું છે. આ બાબતે ગુજરાત સરકારને પૂછતાં તેની ખરાઈ કરીને સ્વિકાર કર્યો હતો કે તેમાં સ્પેલિંગની ભૂલ છે.