loader

Breaking News


Home > Gujarat > ગુજરાતનાં પ્રવાસન ક્ષેત્રને ચાર ચાંદ લગાવી દેશે સ્ટેચ્યું ઓફ યુનિટી


Foto

ગુજરાતનાં પ્રવાસન ક્ષેત્રને ચાર ચાંદ લગાવી દેશે સ્ટેચ્યું ઓફ યુનિટી

Oct. 23, 2018, 3:14 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના પ્રવાસનમાં ચાર ચાંદ લગાવી દેશે. સરકાર ખુદ તેને પર્યટન સ્થળના રૂપે વિકસિત કરવા માટે અહીં અઢીસો ટેન્ટનું આધુનિક શહેર બનાવી રહી છે તેમજ બીજી બાજુ વિવિધ રાજ્યોનાં ભવનોનું નિર્માણ પણ કરવામાં આવશે.

પ્રતિમાની વિશેષતા એ છે કે સરદાર પટેલની પ્રતિમા પોતાના નામ પર બનેલ 138 મીટર ઊંચા સરદાર સરોવર નર્મદા બંધને નિહાળતી નજરે પડશે તથા સરદારની આંખોમાંથી બંધનું દ્રશ્ય નજરે પડશે. પ્રવાસીઓ સરદાર પટેલનાં હ્નદય સુધી લિફ્ટ દ્વારા પહોંચીને વિંધ્યાન્ચલ અને સાતપુડાની રમણીય પર્વતમાળાઓને નિહાળી શકશે.

આ ઉપરાંત 19 હજાર 700 વર્ગ મીટરમાં ફેલાયેલ આ પ્રોજેક્ટની સાથે સાથે લગભગ 17 કિલોમીટર લાંબા તટ પર ફૂલોની ખીણ તૈયાર કરવામાં આવી છે જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર હશે. પ્રતિમાની સામે એક ગગનચુંબી વિઝીટર ગેલેરી પણ બનાવવામાં આવશે જ્યાંથી 200 પ્રવાસીઓ એકસાથે સરદાર પટેલની પ્રતિમાને નિહાળી શકશે.