loader

Breaking News


Home > Gujarat > સ્ટેચ્યું ઓફ યુનિટી ઓક્ટોમ્બર સુધીને બનીને થઇ જશે તૈયાર


Foto

સ્ટેચ્યું ઓફ યુનિટી ઓક્ટોમ્બર સુધીને બનીને થઇ જશે તૈયાર

Aug. 27, 2018, 11:08 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : સરદાર સરોવર બંધ પાસે બની રહેલ વિશ્વની સૌથી ઉચી પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય ૨૫ ઓક્ટોમ્બર સુધી પૂરું થઇ જવાની ધારણા બંધાઈ રહી છે. આ પ્રતિમા સરદાર પટેલની છે અને તેની ઉંચાઈ ૧૮૨ મીટર છે . રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનથી ગરમાયેલ રાજકીય માહોલ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અચાનક તેનું નિર્માણ કાર્ય જોવા પહોંચ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૧ ઓક્ટોમ્બરનાં રોજ સરદાર પટેલ જયંતી નિમિતે તેનું અનાવરણ કરશે. ગુજરાતનાં મુખ્યમંત્રી પદે હતા ત્યારે નરેન્દ્ર મોદીએ જ સરદાર પટેલની પ્રતિમા બનાવવાની જાહેરાત ઓક્ટોમ્બર ૨૦૧૦ માં કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે અખંડ ભારતનાં નિર્માણ કરનારા સરદાર પટેલની સ્મૃતિને અખંડ બનાવી રાખવા માટે આ પતીમાંનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે આવનારી પેઢીને પ્રેરણા મળી શકે.