loader

Breaking News


Home > National > કાશ્મીરમાં સ્થિતિ હજુ પણ વિકટ, ૨૭૫થી વધુ ત્રાસવાદી સક્રિય હોવાનો દાવો


Foto

કાશ્મીરમાં સ્થિતિ હજુ પણ વિકટ, ૨૭૫થી વધુ ત્રાસવાદી સક્રિય હોવાનો દાવો

June 26, 2018, 12:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પહેલાની સરખામણીમાં સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે. રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યા બાદ સેનાનાં એક અધિકારીએ આ અંગેનું નિવેદન કર્યું છે. ૧૫ કોર્પનાં કમાન્ડર લેફ્ટી જનરલ એકે ભટ્ટે કહ્યું છે કે, ઉત્તર કાશ્મીરમાં દક્ષિણ કાશ્મીરની સરખામણીમાં ખુબ ઓછા ત્રાસવાદી છે. સ્થિતિ હાલમાં સુધારાવાળી છે. ખીણમાં હજુ પણ ૨૫૦થી ૨૭૫ ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે.સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ-૨ શરૂ કરી દીધું છે. રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ સુરક્ષા દળો પહેલાથી જ ઓપરેશનમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીરનાં ચાર ત્રાસવાદીઓને અથડામણમાં ઠાર મારી દીધા છે. જમ્મુ કાશ્મીરમાં ૨૮મી જૂનથી અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવામાં આવી રહી છે. કાશ્મીર ખીણમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓની ઉપસ્થિતિ અંગેનાં અહેવાલ મળી રહ્યા છે. સેનાનાં એક અધિકારીનું કહેવું છે કે, ત્રાસવાદીઓ હુમલા કરવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી ચુકી છે. સુરક્ષા દળોને એલર્ટ પણ કરવામાં આવી ચુક્યા છે. લેફ્ટી જનરલ એકે ભટ્ટનાં કહેવા મુજબ પાકિસ્તાનનાં લોન્ચિંગ પેડથી આશરે ૨૦૦ ત્રાસવાદી ઘુસણખોરીનાં પ્રયાસમાં છે. સુરક્ષા દળોને સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે. પાકિસ્તાન સોશિયલ મીડિયા મારફતે જમ્મુ કાશ્મીરમાં ઉશ્કેરણીજનક પ્રચાર કરી રહ્યું છે.