loader

Breaking News


Home > National > જાહેર ક્ષેત્રની બેન્કોના એનપીએ રેશિયોની સ્થિતિ વધુ કથળવાની શક્યતા


Foto

જાહેર ક્ષેત્રની બેન્કોના એનપીએ રેશિયોની સ્થિતિ વધુ કથળવાની શક્યતા

June 30, 2018, 5:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : રિઝર્વ બેન્કે બેન્કોની કુલ એનપીએની સ્થિતિને લઇને ધૂંધળી તસવીર રજૂ કરી છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે બેન્કોની કુલ એનપીએ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં વધીને ૧૨.૨ ટકા સુધી પહોંચી જશે. અગાઉ માર્ચ ૨૦૧૮ના અંત સુધી આ રેશિયો ૧૧.૬ ટકા હતો. રિઝર્વ બેન્કો પોતાના નાણાકિય સ્થિરતા અહેવાલમાં જણાવ્યું કે માઇક્રો ઇકોનોમિક પરિબળો પર આધારિત પરીક્ષણથી સંકેત મળે છે કે હાલના ચિત્રના આધારભૂત પર્યાવરણમાં અનુસૂચિત વાણિજ્યક બેન્કોનું કુલ એનપીએ માર્ચ ૨૦૧૮ના ૧૧.૬ ટકાથી વધીને માર્ચ ૨૦૧૯ સુધી ૧૨.૨ ટકા સુધી પહોંચી જશે.

જાહેર ક્ષેત્રના ઝડપી સુધારાવાદી કાર્યવાહી નિયમોની મર્યાદામાં આવતી ૧૧ બેન્કો વિશે રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે આ બેન્કોના એનપીએ રેશિયોની સ્થિતિ વધુ કથળી શકે છે અને તે માર્ચ ૨૦૧૮ના ૨૧ ટકાથી વધીને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ૨૨.૩ ટકા સુધી પહોંચી શકે છે.