loader

Breaking News


Home > Health > માનસિક તણાવથી દૂર રહેવા કરો આટલું અને જીવો તણાવ મુક્ત જીવન


Foto

માનસિક તણાવથી દૂર રહેવા કરો આટલું અને જીવો તણાવ મુક્ત જીવન

Feb. 9, 2018, 8:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પોતાના તણાવને રોકવુ દરેકના હાથમાં નથી હોતુ. પરંતુ તણાવ પૈદા કરતા કારણોથી દૂર રહેવું તમારા હાથમાં હોય છે. અમુક લોકો તે કરવા ઇચ્છે તો પણ તે કરી શકતા નથી. તમે તમારા જીવનમાં કઇ ચીજને કેટલુ મહત્વ આપો છો અથવા કઇ ચીજ તમારા જીવનને સૌથી વધુ ઇફેક્ટ કરે છે તે ચીજોનું જ્ઞાન તમને હોય તો તણાવ પર કંટ્રોલ જરૂર લાવી શકાય છે. તમે આ રીતે પોતાના માનસિક તણાવને દૂર કરી શકો છો.



એક્સરસાઇઝ કરીને

એક શોધ મુજબ અઢવાડિયામાં 3 વખત એક્સરસાઇઝ કરવાથી માનસિક તણાવમાં 19 ટકાનો ઘટાડો આવે છે. સંશોદનકર્તાઓ માને છે કે જે લોકો એક્સરસાઇઝને મહત્વ આપે છે તે લોકો તણાવ મુક્ત જીવન જીવે છે.



સમયસર ઉંગ લેવી

ઘણીવાર બને છે કે તમે ઓફિસમાં કામનાં કારણે ઘરે મોડા આવો અને સુવામાં મોડુ થતા ઉંગ પૂરતી ન મળે ત્યારે પણ માનસિક તણાવ ઉભો થતો હોય છે. જો તમે બરાબર ઉંગ નહી લો તો તમારુ દિમાગ પણ બરાબર કામ નહી કરે. આ કારણે તણાવથી દૂર રહેવા પૂરતી ઉંઘ જરૂરી છે.



મોબાઇલથી દૂરી

અત્યારે જીવન જીવવા માટે રોટી, કપડા, મકાન સાથે મોબાઇલ પણ ઉમેરાઇ ગયુ છે. આજે લોકો મોબાઇલ વિના રહી શકતા નથી. ઘણા લોકો મોબાઇલને સુતા સમયે પોતાની પાસે રાખતા હોય છે. માનસિક તણાવને જો દૂર કરવો હોય તો મોબાઇલથી દૂરી બનાવો અને ખાસ રાત્રીનાં સમયે સુતા પહેલા થઇ શકે તો તમારો મોબાઇલ સ્વીચ ઓફ કરી દો. જો સ્વીચ ઓફ ન કરી શકો તો મોબાઇલને સુતા હોય તે રૂમમાં ન રાખો. મોબાઇલથી નિકળતા રેડિએશન તમનેવધુ તણાવમાં નાખી શકે છે.



સકારાત્મક લોકોનાં સંપર્કમાં રહો

સકારાત્મક લોકોનાં સંપર્કમાં રહેવુ તમને તણાવથી દૂર રહેવાનો એક કારગર ઉપાય છે. જ્યારે તમે એક એવા વાતાવરણમાં આવો કે જ્યા સકારાત્મક લોકોની સંખ્યા વધુ હોય ત્યા તમે તણાવથી દૂર રહેવામાં ખાસ મદદ મળે છે.



પોતાના માટે સમય આપો

કુટુંબ, મિત્રો અને બીજા અનેક કામોને લઇને ઘણીવાર તમે એટલા વ્યસ્ત થઇ જાઓ છો કે તમે તમારા માટે પણ સમય કાઢી શકતા નથી. આ પણ એક કારણ છે કે તમે ધીરે ધીરે તણાવમાં આવી જાઓ છો. તમારા વ્યસ્ત જીવનમાં થોડા સમય પોતાને આપો અને તે કરો જે તમને સૌથી વધુ પસંદ છે.