loader

Breaking News


Home > National > યુવતીની આકર્ષક ઓફરથી રહો સાવધાન


Foto

યુવતીની આકર્ષક ઓફરથી રહો સાવધાન

Sept. 12, 2018, 11:18 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રોન્ગ નંબર ઉપર યુવતીનો મીઠો અવાજ સાંભળીને ખુશ થવાની જરૂર નથી. જો કોઈ યુવતી મળવા માટેની ઇચ્છા દર્શાવે છે તો આનો મતલબ કોઈ બીજો કાઢવો જોઈએ નહીં. આ પ્રકારની ઘટના હવે દેશનાં મોટા શહેરોમાં બનવા લાગી ગઇ છે.



કેટલાક બનાવો સપાટી પર પણ આવી ચુક્યા છે. કેટલાક કેસોમાં પોલીસને પણ જાણ કરવામાં આવી નથી. કેટલાક કેસોમાં તો યુવતીની માઠી વાતોમાં આવીને શિકાર થઇ ગયા બાદ અપમાનનાં કારણે પોલીસને જાણ કરવામાં આવતી નથી. તપાસ કરવામાં આવ્યા બાદ પોલીસે દોષિતોને પકડી પાડી હતી. આવા બનાવ તાજેતરનાં સમયમાં દિનપ્રતિદિન વધી રહ્યા છે. દેશનાં અનેક ભાગોમાં આ પ્રકારનાં બનાવો બને છે. તાજેતરનાં સમયમાં આવા ફોન આવે તો દરેક વ્યક્તિને સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે કોઇ પણ અજાણ વ્યક્તિ આ પ્રકારનાં ફોન કરી શકે નહી.

બીજી બાજુ ચોક્કસ ગેંગ પણ આ પ્રકારની પ્રવૃતિમાં સંડોવાયેલી રહે છે. જે જુદી જુદા લાલચ આપીને લોકોને ફસાવે છે. ચોક્કસ રકમ બેંકમાં જમા કરવા માટે કહેવામાં આવે છે. મળવા માટે બોલાવવામાં આવે છે. ફોન પર વાત કરીને યુવકો પાસેથી નાણાં પડાવી લેવાની પ્રવૃતિ હાલમાં ચાલી રહી છે. આ ઉપરાંત ફોન પર લોકો પાસેથી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ તેમજ બેંક ખાતાના નંબર તેમજ પાસવર્ડ મેળવી લઇને લુંટ ચલાવવાના બનાવો વધી રહ્યા છ