loader

Breaking News


Home > Gujarat > આજથી ઉનાળું ખેતી માટે ખેડૂતોને અપાતું સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું


Foto

આજથી ઉનાળું ખેતી માટે ખેડૂતોને અપાતું સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું

March 16, 2018, 2:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : સમગ્ર ગુજરાત રાજયમાં આજથી ખેડૂતોને ઉનાળુ ખેતી માટે નર્મદા ડેમમાંથી સિંચાઇનું પાણી આપવામાં આવશે નહી. નર્મદા ડેમમાં પાણીના ઘટી ગયેલા સ્તરને લઇ ખુદ સરદાર સરોવર નિગમ લિમિટેડ દ્વારા આ મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.

બીજીબાજુ, નર્મદામાંથી સિંચાઇનું પાણી નહી મળે તેવા નિર્ણયને પગલે રાજયભરના ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ ફેલાઇ ગયો છે. નર્મદા ડેમમાંથી માત્ર પીવાનું ચાર હજાર કયુસેક જેટલું પાણી પૂરૂ પાડી શકાય તેવી સ્થિતિ સર્જાઇ છે. સરદાર સરોવર નિગમ લિમિટેડના સત્તાવાળાઓએ પાણીની તંગી અને ઘટેલા સ્તરને જતાં ખેડૂતોને તેમની પાસે સ્થાનિક સ્તરે પાણીની પૂરતી અને યોગ્ય વ્યવસ્થા ના હોય તો આ વર્ષે ઉનાળુ પાક ના લેવાની અપીલ કરી છે. કારણ કે, આવતીકાલથી ખેડૂતોને નર્મદા ડેમમાંથી સિંચાઇનું પાણી અપાવાનું નથી. નિગમના સત્તાવાળાઓએ પાણી નહી આપવા પાછળ એવો બચાવ રજૂ કર્યો હતો કે, ગત ચોમાસામાં નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ઓછા વરસાદને પગલે હાલ ડેમમાં પાણીનું સ્તર ઘટી ગયું છે અને તેથી પાણીના જથ્થામાં ભારે ઘટાડો નોંધાયો છે.