loader

Breaking News


Home > Gujarat > હોમગાર્ડની મહિલાની સતામણી કેસમાં લેવાયા કઠોર પગલા


Foto

હોમગાર્ડની મહિલાની સતામણી કેસમાં લેવાયા કઠોર પગલા

Nov. 7, 2018, 1:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, સુરત : સુરત હોમગાર્ડમાં ફરજ બજાવતી ૨૪ જેટલી મહિલાઓ સાથે જાયીત સતામણી સહિતનાં માનસિક ટોર્ચરનાં ચકચારભર્યા વિવાદમાં આખરે ઉચ્ચ સત્તાધીશો દ્વારા સુરત હોમગાર્ડનાં કમાન્ડીંગ ઓફિસર સોમનાથ ગહેરવાલ અને મહિલા સબ ઇન્સ્પેકટર ભાવનાં કંથારિયાને સંસ્પેન્ડ કરી દેવાયા છે. હોમગાર્ડ વિભાગની આ શિક્ષાત્મક કાર્યવાહીને પગલે રાજયભરનાં હોમગાર્ડ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. તો, ઉપરી અધિકારી વર્ગમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.



તાજેતરમાં પોતાના જ ઉપરી અધિકારીઓ (ઓફિસર કમાન્ડિંગ) દ્વારા તેઓનું શારીરિક માનસિક અને જાતિય શોષણ કરતાં હોવાના આરોપ સાથે સુરતની ૨૪ જેટલી હોમગાર્ડ મહિલા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ફરિયાદ કરવા પહોંચતાં ભારે વિવાદ જાગ્યો હતો અને સમગ્ર મામલો ગરમાયો હતો. ખાસ કરીને સુરત સહિત રાજયનાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. સુરત પોલીસ કમિશનરે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ તપાસની હૈયાધારણ આપી હતી. બીજી બાજુ, પ્રદેશ કોંગ્રેસનાં પ્રવકતા ડો.મનીષ દોશીએ હોમગાર્ડની બહેનોનાં આ પ્રકારે જાતીય શોષણની ઘટનાને શરમજનક ગણાવી હતી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કે, ભાજપનાં શાસનમાં સામાન્ય મહિલાઓ તો શું પોલીસ અને સુરક્ષા એજન્સીઓની મહિલા કર્મીઓ પણ અસુરક્ષિત છે. દરમ્યાન હોમગાર્ડ મહિલાઓનાં જાતીય સતામણી અને માનસિક ત્રાસનાં વિવાદમાં આજે આખરે સુરત હોમગાર્ડ વિભાગનાં ઉચ્ચ સત્તાધીશો દ્વારા ફરિયાદ કરનાર હોમગાર્ડ મહિલાઓના બંને ઉપરી અધિકારીઓ એવા સુરત હોમગાર્ડના કમાન્ડીંગ ઓફિસર સોમનાથ ગહેરવાલ અને મહિલા સબ ઇન્સ્પેકટર ભાવનાં કંથારિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

ઉલ્લેખનીય છે કે, મહિલા હોમગાર્ડએ અગાઉ ગંભીર આરોપ લગાવ્યાં હતા કે, ઉપરી અધિકારીઓ દ્વારા તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. માનસિક શોષણ કરવાની સાથે સાથે તેમને ઘરકામ માટે અધિકારીઓ બોલાવી તેના ઘરનાં કામો પણ કરાવાઇ રહ્યા છે. ઓફિસર કમાન્ડિંગ દ્વારા હોમગાડ્‌ર્સ બહેનોને ખોટી રીતે શારીરિક સ્પર્શ કરવામાં આવતો હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો હતો. મહિલાઓએ રોષે ભરાઈને જાતીય શોષણની વિરુધ્ધમાં અવાજ બુલંદ કરતાં સુરત સહિત રાજયનાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી.