loader

Breaking News


Home > Gujarat > સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડમાં હડતાળથી કામગીરી ઠપ થઇ


Foto

સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડમાં હડતાળથી કામગીરી ઠપ થઇ

Nov. 3, 2018, 4:07 p.m.
      Whatsapp   

માનવમિત્ર, રાજકોટ : રાજય સરકાર દ્વારા અગાઉ ટેકાના ભાવે ખરીદીમાં થયેલા કૌભાંડો બાદ ખેડૂતોના હિતમાં તાત્કાલીક અસરથી ભાવાંતર યોજના લાગુ કરવાની માંગણીનું સરકાર દ્વારા નિરાકરણ નહી આવતા આખરે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ થતાં તેના ઘેરા પ્રત્યાઘાત આજે સામે આવ્યા હતા. આજે રોષે ભરાયેલા વેપારીઓ દ્વારા રાજકોટમાં રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને જોરદાર સૂત્રોચ્ચાર અને દેખાવો કરી ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. વેપારીઓએ તેમના અને ખેડૂતોના હિતમાં તાત્કાલિક ધોરણે ભાવાંતર યોજના લાગુ કરવા ઉગ્ર માંગણી કરી હતી.

સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડના વેપારીઓની હડતાળને પગલે તમામ કામગીરી ઠપ્પ થઇ ગઇ છે, તો બીજીબાજુ, હડતાળના કારણે ખેડૂતોની હાલત પણ કફોડી બની છે. સરકારની નીતિ સામે સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશને આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે. જે અંતર્ગત ગઇકાલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરવામાં આવી છે. જેને પગલે કરોડો રૂપિયાના વ્યવહારો અટકી પડયા છે. એક તરફ વેપારીઓ હડતાળ પર ઉતર્યા છે. જ્યારે બીજી તરફ સરકારે ખેડૂતોની ખરીદી માટે નોંધણી શરૂ કરી છે.