loader

Breaking News


Home > National > મરાઠા આંદોલનમાં ફરી ભડકી હિંસા, મુંબઈમાં બેસ્ટ બસો પર પથ્થરમારો


Foto

મરાઠા આંદોલનમાં ફરી ભડકી હિંસા, મુંબઈમાં બેસ્ટ બસો પર પથ્થરમારો

July 25, 2018, 10:27 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય અનામતની માંગ સાથે ચાલી રહેલ રાજ્યવ્યાપી આંદોલન હિંસક થઇ રહ્યું છે. પ્રદર્શનકારીઓનાં પથ્થરમારાથી એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું તેમજ અન્ય નવ લોકો ઘાયલ થયા હતા.આજે મરાઠી ક્રાંતિ મોરચાએ મુંબઈ બંધનો કોલ આપ્યો છે તેની અસર પણ જોવા મળી છે. આજે સવારે કેટલાક વિસ્તારોમાં મુંબઈની બેસ્ટ બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

મળતી માહિતી મુજબ આંદોલનકારીઓએ ઘણી ગાડીઓને સળગાવી દીધી હતી અને બે આંદોલનકારીઓએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. મહારાષ્ટ્ર બંધની સૌથી વધુ અસર ઔરંગાબાદ અને તેની આજુબાજુનાં વિસ્તારોમાં વધુ જોવા મળી છે જ્યાં અનામતની તરફેણમાં કાઢવામાં આવેલ માર્ચ દરમિયાન એક પ્રદર્શનકારીનું મૃત્યુ થઇ ગયું હતું.