loader

Breaking News


Home > Bollywood > આમિર ખાનની ફિલ્મ ‘મહાભારત’ બન્યા પહેલા આવી વિવાદોમાં


Foto

આમિર ખાનની ફિલ્મ ‘મહાભારત’ બન્યા પહેલા આવી વિવાદોમાં

March 24, 2018, 7:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : આજે દેશમાં એક એવો માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે જ્યા જનતાને ધર્મનાં નામ પર એકબીજા સાથે લડાવવામાં આવી રહ્યા છે. તેનું તાજુ ઉદાહરણ આમિર ખાનની ફિલ્મ ‘મહાભારત’ બન્યુ છે. કહેવાય છે કે મહાભારતને ઘરમાં રાખવામાં આવે તો ઘરમાં કંકાશ અને તણાવનું વાતાવરણ રહે છે. પરંતુ અહી તો મામલો જ કઇક અલગ છે. મળતી માહિતી મુજબ આમિરની ફિલ્મ મહાભારતમાં આમીર ખાન કૃષ્ણની ભૂમિકામાં નજર આવવાનો છે. જેને લઇને સોશિયલ મીડિયામાં મહાયુદ્ધ શરૂ થઇ ગયુ છે. અહી મામલો હિન્દુ અને મુસ્લીમ ધર્મનો બનાવવામાં આવી રહ્યો છે.




મહાભારત ફિલ્મની જાહેરાત બાહુબલી ફિલ્મનાં ડાયરેક્ટર રાજા મૌલીએ કરી હતી. તેમણે મહાભારતનાં એક ખાસ રોલ(કૃષ્ણ) માટે આમિર ખાનને પસંદ કર્યા હતા. જો કે તેમને તે ખ્યાલ ન હતો કે તેમના એક નિર્ણયને ધર્મ સાથે જોડી દેવામાં આવશે. સુત્રોનાં જણાવ્યાં મુજબ ભારતમાં વસતા ફ્રેન્ચ મૂળનાં રાજકીય વિશ્લેષક ફ્રાંકોઇસ ગોતિયરે કૃષ્ણની ભૂમિકામાં આમિર ખાનની પસંદગી પર વાંધો ઉઠાવ્યો છે અને કહ્યુ છે કે, કૃષ્ણ હિન્દુ ધર્મના આરાધ્ય છે, જેમનો અભિનય કોઇ મુસ્લીમ કરે તે અયોગ્ય છે. ગોતિયરે ટ્વીટ દ્વારા હિન્દુ અને મુસલમાનની વ્યાખ્યાને લોકો સમક્ષ રજૂ કરતા લખ્યુ, શું મુસલમાન મહંમદ પયગંબરની ભૂમિકામાં કોઇ હિન્દુને જોઇ શકશે? જો કે ગોતિયરનાં આ પ્રકારનાં ટ્વીટ બાદ મોટા ભાગનાં લોકોએ ગોતિયરની આ વિચારધારાનો વિરોધ કર્યો છે. જો કે ગોતિયરે તેનો વિરોધ કરતા લોકોને કહ્યુ કે, દેશનાં ઘણા મંદિરો તોડવામાં મુસલમાનોનો હાથ છે તેવા મુસલમાનોની તરફેણ કોઇ હિન્દુ કરે તે જોઇને શરમ આવે છે.

બાહુબલી ફિલ્મના ડાયરેક્ટર રાજા મૌલીએ દેશની સૌથી વધુ બજેટની(1000 કરોડ) ફિલ્મ મહાભારત બનાવવાની ઘોષણા કર્યા બાદ, લોકોમાં ફિલ્મને લઇને ઘણી આશાઓ બંધાઇ છે. રાજા મૌલીની મહાભારત દેશની સુપરહીટ બ્લોકબસ્ટર ફિલ્મ બનશે તેવા પણ ટ્વીટ જોવા મળ્યા છે. જો કે ફિલ્મનું કામ હજુ શરૂઆતી તબક્કામાં છે, ત્યા જ ફિલ્મને વિવાદમાં જોઇ શું રાજા મૌલી ફિલ્મને બનાવશે કે કેમ તે હવે જોવુ રહ્યુ.