loader

Breaking News


Home > Gujarat > રાજકોટનાં માર્કેટિંગ યાર્ડમાં લાગેલી અચાનક આગે લીધુ વિકરાળ સ્વરૂપ, આગનાં ગોળા 1 કિ.મી. દૂર દેખાયા


Foto

રાજકોટનાં માર્કેટિંગ યાર્ડમાં લાગેલી અચાનક આગે લીધુ વિકરાળ સ્વરૂપ, આગનાં ગોળા 1 કિ.મી. દૂર દેખાયા

March 13, 2018, 8:40 p.m.
      Whatsapp   

માનવમિત્ર, રાજકોટ : રાજકોટનાં માર્કેટિંગ યાર્ડમાં આગ લાવવાનાં સમાચાર મળી આવ્યા છે. આ આગ રાજકોટનાં જૂના માર્કેટિંગ યાર્ડમાં લાગી હતી. અચાનક લાગેલી આ આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.




માર્કેટિંગ યાર્ડમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે તેના કારણે આખો સેડ આગની ચપેટમાં આવી ગયો હતો. આગનાં વિકરાળ સ્વરૂપને જોઇને લોકો ઘણા ડરી ગયા હતા. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી હતી, હાલમાં મળી રહેલી જાણકારી મુજબ ફાયર બ્રિગેડની ટીમ આગને કાબુમાં લેવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે. ઘટનાસ્થળે હાજર રહેલા લોકોનાં જણાવ્યાં મુજબ આગ એટલી ભયંકર હતી કે આકાશમાં તેના ગોળા 1 કિ.મી. દૂરથી પણ જોઇ શકાય તેવા હતા. સુત્રોનાં જણાવ્યાં મુજબ આ આગમાં કોઇને જાનહાનિ થયેલ નથી પરંતુ અહી રાખવામાં આવેલો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.