loader

Breaking News


Home > National > સુનંદા મર્ડરકેસ : શશિ થરૂરને મળ્યા આગોતરા જામીન, મંજૂરી વગર નહીં છોડી શકે દેશ


Foto

સુનંદા મર્ડરકેસ : શશિ થરૂરને મળ્યા આગોતરા જામીન, મંજૂરી વગર નહીં છોડી શકે દેશ

July 5, 2018, 11:30 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સુનંદા પુષ્કરના મોત મામલે કોંગ્રેસ સંસદ શશી થરૂરને આગોતરા જામીન આપી દીધાં છે. તેમને 1 લાખ રૂપિયાના જાત મુચરકા પર જામીન મળ્યા હતા. અદાલતે થરૂરને કોર્ટની મંજૂરી વગર દેશ નહીં છોડવાંનો આદેશ આપ્યો છે. તિરુવનંતપુરમના સાંસદને આ મુદ્દે પહેલાથી જ આરોપી માનવામાં આવી રહયા છે.

કોર્ટની સુનાવણીમાં દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતાના વિદેશ નાસી જવાની શંકા વ્યક્ત કરતા થરૂરના આગોતરા જામીનનો વિરોધ કર્યો હતો ત્યારબાદ વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમારનાં આદેશ પર નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. જો કે થરૂર તરફથી કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ અદાલતને જણાવ્યું હતું કે પોલીસે અગાઉ જે કહ્યું હતું તેનાથી તદ્દન વિપરીત વાત કરી રહી છે.