loader

Breaking News


Home > Bollywood > સની દેઓલ પિતા ધર્મેન્દ્ર ઉપર બનાવશે બાયોપિક


Foto

સની દેઓલ પિતા ધર્મેન્દ્ર ઉપર બનાવશે બાયોપિક

Aug. 25, 2018, 12:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલીવુડનાં સ્ટાર અભિનેતા સની દેઓલનું કહેવું છે કે, બાયોપિક ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે ત્યારે તે સદાબહાર અભિનેતા અને તેના પિતા ધર્મેન્દ્ર ઉપર બાયોપિક ફિલ્મ બનાવવાની ઇચ્છા ધરાવે છે. અમને એક લેખકની જરૂર છે. સાથે સાથે પુરતો સમય ફાળવી શકે તેવા પટકથાકારની જરૂર છે.



ધર્મેન્દ્ર ઉપર બાયોપિક ફિલ્મ બનાવવાની બાબત સરળ દેખાતી નથી. કારણ કે, અનેક મામલાઓમાં ધર્મેન્દ્ર ઉપર વધારે સંશોધન કરવાની જરૂર છે. ધર્મેન્દ્ર સાથે ખુબ નજીકના અંતરથી મળીને આ બાયોપિક ફિલ્મ બનાવવાની રહેશે. દરેક વ્યક્તિ ધર્મેન્દ્રનાં સંદર્ભમાં દરેક બાબત જાણે છે જેથી કોઇપણ ફિલ્મ બનાવતી વેળા બાબતોને સારીરીતે આવરી લેવાની જરૂર રહેશે. ખુબ શાનદારરીતે ફિલ્મને રજૂ કરવાની રહેશે. રિસર્ચને લઇને કોઇ સમસ્યા નથી પરંતુ તેના પિતા પટકથાને લઇને વધુ વિગત નજીકના અંતરથી આપે તેના આધાર ઉપર જ શાનદાર ફિલ્મ બની શકશે. અભિનેતા અને ફિલ્મ નિર્માતા દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં ભૂમિકા કોણ કરશે તેને લઇને પુછવામાં આવતા સની દેઓલે કોઇ સ્પષ્ટપણે વાત કરી નથી પરંતુ સની દેઓલનું કહેવું છે કે, ફિલ્મમાં તે ભૂમિકા અદા કરી શકે છે.