loader

Breaking News


Home > Bollywood > સની લિયોને દિકરીને કર્યો વાયદો, જાણો પૂરી વિગત


Foto

સની લિયોને દિકરીને કર્યો વાયદો, જાણો પૂરી વિગત

April 14, 2018, 5:45 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં વધી રહેલા રેપ કેસને ધ્યાને લઇને બોલીવુડનાં ઘણા સ્ટારે પ્રતિક્રિયાઓ આપી છે, સની લિયોને પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. સની લિયોને સોશિય મીડિયામાં એક ફોટો પોસ્ટ કર્યો છે જેમા તેણે પોતાની દિકરી નિશાને પોતાના જૈકેટનાં અંદર બંધ કરી છે. સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરે ગત વર્ષે જ નિશા નામની એક બાળકીને દત્તક લીધી હતી.




ઉન્નાવ અને કઠુઆમાં બનેલી રેપની ઘટનાને ધ્યાને લઇને સની લિયોને પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, “હુ એક નિષ્ઠા સાથે તને એક વચન આપું છું કે દુનિયાની દરેક ખરાબ બાબત અને લોકોથી તારી રક્ષા કરીશ. તે માટે મારે પોતાનો જીવ આપવો પડે તો પણ મને મંજૂર છે. દુનિયાનાં દરેક બાળકોને આ ખરાબ અને ખોટી તાકાતોથી સુરક્ષિત રાખવા જરૂરી છે. આઓ બાળકોને બાહમાં ભરી લો. તેની દરેક સમયે રક્ષા કરો”.