loader

Breaking News


Home > Bollywood > સની લિયોનને ફટકો : ન્યુ યર શો માં પરફોર્મ નહીં કરી શકે


Foto

સની લિયોનને ફટકો : ન્યુ યર શો માં પરફોર્મ નહીં કરી શકે

Dec. 16, 2017, 11:52 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગલોર : કર્ણાટક સરકારે બેંગલોરમાં ન્યુયર પહેલાની પાર્ટીમાં પરફોર્મ કરવા માટે બોલિવુડ સ્ટાર સની લિયોનને મંજુરી ન આપતા તેના લાખો ચાહકોમાં નિરાશાનુ મોજુ ફરી વળ્યુ છે. કર્ણાટક સરકારે કઠોર નિર્ણય કરીને તમામને ચોંકાવી દીધા છે.

કર્ણાટચકના ગૃહ પ્રધાન આર. રામાલિંગાએ કહ્યુ છે કે કન્નડ તરફી સંસ્થાઓ દ્વારા વિરોધના અનુસંધાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે છે. આ બાબતને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગયા વર્ષે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એમજી રોડ પર બનેલી છેડતીની ઘટનામાં કર્ણાટક હાઇ કોર્ટના આદેશના અનુસંધાનમાં સની લિયોનને મંજુરી આપવામાં આવી રહી નથી.

રેડ્ડીએ કહ્યુ હતુ કે આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને નિર્ણય કરવામાં આવ્યો છે. ઓગષ્ટ મહિનામાં તેની યાત્રા દરમિયાન કોચીમાં ચાહકો ઉમટી પડ્યા હતા. જેથી જટિલ સ્થિતિ સર્જાઇ ગઇ હતી. કોઇ નિર્ણય લેતા પહેલા કોચી પોલીસ પાસેથી પણ ફિડબેક લેવામાં આવી ચુક્યા છે. શહેરમાં વ્હાઇટ ઓરચીડ સેન્ટર ખાતે બેંગલોરમાં સની નાઇટ 2018નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આયોજકોઐ કહ્યુ છે કે પોલીસ તરફથી હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી મળી નથી. કાર્યક્રમને મોકુફ રાખતા પહેલા પોલીસના જવાબની રાહ જાઇ રહ્યા છીએ.

સની લિયોનના કાર્યક્રમને લઇને વિરોધ કેમ છે તે બાબત સમજાતી નથી તેમ કેટલાક લોકોએ કહ્યુ છે. તે ફેમિલી શો માટે પરફોર્મ કરવા માટે અહીં આવી રહી હતી. સની લિયોનની લોકપ્રિયતા ભારતમાં સતત વધતી રહી છે. તેના ચાહકો કરોડોમાં પહોંચી ગયા છે.

https://www.facebook.com/manavmitranews/