loader

Breaking News


Home > Bollywood > સની લિયોનીનાં દબંગ-3માં હોવા પર હજુ પણ છે સસ્પેંન્સ


Foto

સની લિયોનીનાં દબંગ-3માં હોવા પર હજુ પણ છે સસ્પેંન્સ

Oct. 13, 2018, 11:25 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ગુગલમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવતી અભિનેત્રી સેક્સી સ્ટાર સની લિયોનની હવે દબંગ-૩ માટે પસંદગી કરવામાં આવી છે કે કેમ તેને લઇને ભારે સસ્પેંન્સની સ્થિતી છે. કેટલાક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સની લિયોનની પસંદગી કરવામાં આવી ચુકી છે. જો કે આને સમર્થન મળી રહ્યુ નથી.



અરબાઝ ખાને પોતે આ અંગેની જાહેરાત કરી છે. તેરા ઇન્તઝાર ફિલ્મમાં સની લિયોનની સાથે કામ કર્યા બાદ અરબાઝ તેન કુશળતાથી ખુબ પ્રભાવિત થયો હતો. તે હાલમાં કેટલાક નવા પ્રોજેક્ટને લઇને પણ વ્યસ્ત બનેલો છે. તેરા ઇન્તઝારમાં અરબાઝ ખાન સની લિયોનની સાથે નજરે પડ્યો હતો. સની લિયોનની સાથે કામ કરવાની ઇચ્છા અરબાઝ ખાને પહેલાથી જ વ્યક્ત કરી હતી પરંતુ આ ફિલ્મમાં કામ કર્યા બાદ અરબાઝ ખાન સની લિયોનથી ખુબ જ પ્રભાવિત થયો હતો. અરબાઝ ખાને કહ્યું છે કે, દબંગ-૩માં સની લિયોનને પણ લેવામાં આવનાર છે. આ ફિલ્મમાં સની લિયોનની પસંદગી આઈટમ સોંગ તરીકે કરવામાં આવી શકે છે.