loader

Breaking News


Home > Bollywood > સની લિયોની જોવા મળશે નવા અંદાજમાં


Foto

સની લિયોની જોવા મળશે નવા અંદાજમાં

July 21, 2018, 11:21 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સની લિયોનીનાં ફેન્સ માટે એક સારા સમચાર સામે આવ્યા છે. સની પોતાની આગામી ફિલ્મમાં અલગ જ અંદાજમાં જોવા મળશે. રિયાલિટી શો દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ આઈટમ સોન્ગ પછી હવે આ લૂકમાં જોવા મળશે સની.




સની લિયોનીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલા ફોટોઝે સૌ કોઈને સરપ્રાઈઝ કરી દીધા છે. ઈન્ટા. પર સનીએ કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં તે આંખો બંધ અને તેના ચહેરા પર પ્રોસ્થેટિક્સ(મેકઅપ) જોવા મળી રહ્યો છે. ફોટો પર જે કેપ્શન છે તે કંઈક એક્સાઈટિંગ હોવા તરફ ઈશારો કરે છે. તેણે લખ્યું છે કે, ‘તમે આ પહેલા આવું નહીં જોયું હોય. મારા આગામી પ્રોજેક્ટ માટે પ્રોસ્થેટિક્સ થઈ રહ્યું છે.’ એક બીજા ફોટોમાં તે ધ્યાનની મૂદ્રામાં દેખાઈ રહી છે. જેમાં પણ તેનો ચહેરો પ્રોસ્થિટિક્સથી ઢંકાયેલો છે. આ ફોટોની કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું પોતાને શોધવાનો પ્રયત્ન કરી રહી છું.’ જો કે તે કઈ ફિલ્મ માટે તૈયારી કરી રહી છે તે અંગે તેણે કોઈ માહિતી આપી નથી.