loader

Breaking News


Home > National > પોલીસની વર્ધીમાં સુપર હીરો “સુપર કોપ”, ભીડમાંથી મુસ્લિમ યુવકને બચાવી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.


Foto

પોલીસની વર્ધીમાં સુપર હીરો “સુપર કોપ”, ભીડમાંથી મુસ્લિમ યુવકને બચાવી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

May 26, 2018, 3:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર,ઉત્તરાખંડ:નૈનીતાલમાં જીલ્લાના રામનગરમાં એક મંદિર સ્થિત એક હિંદુ યુવતી સાથે આપત્તિજનક સ્થિતિમાં મુસ્લિમ યુવકને જોઈ ભીડમાં રોષ વ્યાપી ઉઠ્યો અને યુવકની સાથે મારપીટ શરુ કરી દીધી, સાથે સાથે યુવતીને લોકોએ ખુબ જ ગાળો ભાંડી હતી.આવી સ્થિતિમાં પોલીસ કોન્સ્ટેબલ ગગનદીપ સિંહ બેકાબુ ભીડમાં પહોચીને તે યુવક અને યુવતીને બચાવીને બિનસાંપ્રદાયિકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગગનસિંહ જેવાં ભીડની વચ્ચે તે મુસ્લિમ યુવકને બચાવવાં ગયાં હતાં ત્યારે ત્યાં ઉભેલું ટોળું ખુબ જ બેકાબુ બન્યું હતું. તે યુવકને વિવિધ હિંદુ સંગઠનો ગાળો, મારપીટ, ટપલીદાવ કરી રહ્યાં હતાં ત્યારે જ ગગનદીપ સિંહ ત્યાં પહોચીને પરીસ્થિતિ સંભાળી લીધી હતી છતાં પણ ત્યાં ઊભેલા હિંદુ સંગઠનો તે યુવક સાથે મારપીટ કરી રહ્યાં હતા આ જોઈને ગગનદીપ સિંહે ત્યાં આવીને તે મુસ્લિમ યુવકને પોતાની ભાથમાં લઈ લીધો અને પોતે પીઠ તરફ વળીનેતે યુવકન જિંદગી બચાવી હતી.આવિડીયો જોતજોતામાં સોશીયલ મીડિયા ઉપર વાઈરલ થઇ ગયો હતો અને લોકોએ તે બહાદુર પોલીસ કોન્સ્ટેબલની ખુબજ પ્રશંસા કરી હતી લોકોએ ગગનદીપસિંહની બહાદુરીને બિરદાવી હતી.

યુવતીએ પોતે મંદિરમાં પોતાના દોસ્તો સહે દર્શન કરવા આવી હતી જેમ જણાવ્યું હતું તેમને કોઈપણ પ્રકારની અશ્લીલ હરકત કરી નહોતી કે કોઈનું એ તરફ દયાન જાય. ગગનદીપ સિંહને આ બહાદુરી ભર્યું સાહસ કરવાં બદલ પોલીસ વડા દ્વારા ૨૫૦૦ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે વિડીયોનો ઉપયોગ સાંપ્રદાયિક ભાવનાને ભડકાવવામાં નાં કરવો જોઈએ.સોશિયલ મીડિયામાં આ બહાદુર પોલીસ જવાનની ભરપુર પ્રશંસા કરવામાં આવી રહી છે.