loader

Breaking News


Home > Gujarat > મુખ્યમંત્રીના નિવાસસ્થાને આત્મવિલોપન કરે તે પહેલા ઉપલેટાના ખેડૂતની અટકાયત


Foto

મુખ્યમંત્રીના નિવાસસ્થાને આત્મવિલોપન કરે તે પહેલા ઉપલેટાના ખેડૂતની અટકાયત

Sept. 11, 2018, 4:06 p.m.
      Whatsapp   

માનવમિત્ર, રાજકોટ : છેલ્લા ૧૭ દિવસથી હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર બેઠેલો છે. ત્યારે તેમના સમર્થનમાં અને ભાજપ સરકારના વિરોધમાં ઉપલેટાના અમૃતભાઈ ગજેરા આજે બપોરના ૪ઃ૩૦ કલાકે ઝ્રસ્ વિજય રૂપાણીના નિવાસસ્થાને આત્મવિલોપનની કરશે તેવો તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પરંતુ અમૃત ગજેરાની ગત રાત્રે પોલીસે અટકાયત કરી લીધી હતી.

સીએમના નિવાસસ્થાને આત્મવિપોલન કરશે તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ૩ વર્ષથી ગુજરાતની અંદર અનામતનું આદોલન ચાલી રÌšં છે. ત્યારે અમદાવાદમાં હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેમની રોજબરોજ તબીયત લથડી રહી છે. છતાં પણ ઘોર નિદ્રામાં સુતેલી ગુજરાત સરકાર નથી તો માગણી સ્વીકારતી, કે નથી દેવા માફ કરતી. મને કોઇ આત્મવિલોપન કરવાનો શોખ નથી પણ ગુજરાતના ખેડૂતો કરજાના ડુંગર નીચે દબાય ગયા છે, હતાશ થઇ ગયા છે. વારંવાર અનામતનું આદોલન ચાલે છે.