loader

Breaking News


Home > National > આધાર એકદમ સુરક્ષિત, તેની પર સવાલ ઉઠાવવા સંવિધાનની વિરુદ્ધ : સુપ્રીમ કોર્ટ


Foto

આધાર એકદમ સુરક્ષિત, તેની પર સવાલ ઉઠાવવા સંવિધાનની વિરુદ્ધ : સુપ્રીમ કોર્ટ

Sept. 26, 2018, 11:39 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આધાર કાર્ડની અનિર્વાયતાને લઈને સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય આપી રહી છે. સુપીમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠે પોતાના ફેંસલો આપવાનો શરુ કરી દીધો છે. જસ્ટિસ સિકરી આ મામલે પોતાનો ફેંસલો સંભળાવી રહયા છે. જસ્ટિસ સીકરી, ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ એમ ખાનવિલકરની તરફથી નિર્ણય સંભળાવી રહયા છે. જસ્ટિસ સીકરીએ કહ્યું હતું કે આ જરૂરી નથી કે દરેક વસ્તુ સારી હોય કઈંક અલગ પણ હોવું જોઈએ. આધાર કાર્ડ છેલ્લા કેટલાક વર્ષોથી ચર્ચાનો વિષય બન્યું છે.

ન્યાયાધીશે કહ્યું કે આધાર કાર્ડ ગરીબોની શક્તિનું માધ્યમ બન્યું છે. ડુપ્લિકેશનની કોઈ શક્યતા નથી. તેમણે કહ્યું કે આધાર કાર્ડ પર હુમલો કરવો એ લોકોના હકો પર હુમલો કરવા જેવું છે. તમને જણાવી દઈએ કે આ મુદ્દે સુનાવણી 17 જાન્યુઆરીએ શરુ થઇ હતી જે 38 દિવસો સુધી ચાલી હતી. આધારમાં કોઈની પ્રાઇવસીનું ઉલ્લંઘન થાય છે કે નહિ, તેની અનિવાર્યતા અને વૈધતાના મુદ્દા પર પાંચ જજોની સંવૈધાનિક પીઠ પર નિર્ણય સંભળાવી રહી છે.