loader

Breaking News


Home > Gujarat > ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ માણસા ખાતે ધરણા દેખાવો કરી આવેદન પત્ર પાઠવ્યું


Foto

ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ માણસા ખાતે ધરણા દેખાવો કરી આવેદન પત્ર પાઠવ્યું

June 8, 2018, 1:50 p.m.
      Whatsapp   

માનવમિત્ર, માણસા : ગુ. પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડતોના સમર્થનમાં આજથી આંદોલન કાર્યક્રમો જાહેર થયા છે. તેના ભાગ રૂપે માણસા ખાતે આજે પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાની હાજરીમાં ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત આજરોજ ગાંધીનગર જિલ્લાના તાલુકા એવા કલોલ, દહેગામ, ગાંધીનગરમાં પણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ દિનપ્રતિદિન દયનીય થતી જાય છે. પોષણષમ ભાવ મળતા નથઈ. ચોવીસ કલાક લાઈટ પણ મળથી નથી. ખાતર ઉપર જીએસટી લાદાતા ખાતરો પણ મોંધા થઈ જતા ખેડૂતોને ખેતીથી દૂર થઈ જવા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. નહેરોમાં પાણી હોવા છતાં પાણી ન અપાતાં પાકો પણ સુકાઈ રહ્યા છે.

. ત્યારે આ તમામ મુદ્દે. કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા રાજ્યમાં ૮ જૂનથી ૧૦ જૂન સુધી આંદોલન કાર્યક્રમ જાહેર કરેલો છે. તેના ભાગરૂપે આજરોજ માણસા ખાતે ગુ.પ્ર.કો.ના પ્રમુખ અમીતભાઈ ચાવડા, ગાં.જિ.કો. સમિતિના પ્રમુખ સૂર્યસિંહ ડાભી, જિ.પં.ના સદસ્યો. ગાં.જિલ્લા પંચાયતના પ્રમુખ રામાજી ઠાકોર, ધારાસભ્ય (માણસા) સુરેશ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન ગીતાબેન પટેલ આ ધરણામાં હાજર રહ્યા હતા.