loader

Breaking News


Home > National > ભાજપનાં બંગાળ બંધ દરમિયાન સમર્થકોએ કરી હિંસા, ટ્રેન રોકી, સરકારી બસોમાં તોડફોડ


Foto

ભાજપનાં બંગાળ બંધ દરમિયાન સમર્થકોએ કરી હિંસા, ટ્રેન રોકી, સરકારી બસોમાં તોડફોડ

Sept. 26, 2018, 10:05 a.m.
      Whatsapp   

માનવમિત્ર, કોલકાતા : પશ્ચિમ બંગાળના ઉત્તરી દિનાજપૂર જિલ્લાના ઈસ્લામપૂરમાં બે વિદ્યાર્થીઓના મોતના વિરોધમાં ભાજપે આજે બંગાળ બંધનું એલાન આપ્યું છે. આજે સવારે હાવરામાં ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકોએ સરકારી બસોમાં તોડફોડ અને આગચંપી કરી હતી. બંધ દરમિયાન તોફાનની આશંકા જોતા રાજ્યના બસ ડ્રાઈવરોએ પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેર્યું છે.

હાવરા - બર્ડમન મુખ્ય રેલવે લાઈન પર બંધ સમર્થકોએ ટ્રેનો રોકી હતી આ કારણે આ રૂટ પર રેલગાડીઓની અવરજવરને અસર પડી છે. ભાજપે જનતાને બંગાળ બંધ સફળ બનાવવાની અપીલ કરી છે ત્યારે બીજી બાજુ સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે બંધને નિષ્ફળ બનાવવા માટે કમર કસી લીધી છે. ડાબેરી દળો અને કોંગ્રેસે ઇસ્લામપૂરની ઘટનાનો વિરોધ કર્યો છે પરંતુ તેમણે બંધનું સમર્થન નથી કર્યું.