loader

Breaking News


Home > National > પૂર્વ IPS સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટની અરજી સુપ્રીમ કોર્ટે કરી રદ


Foto

પૂર્વ IPS સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટની અરજી સુપ્રીમ કોર્ટે કરી રદ

Oct. 5, 2018, 10:21 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુજરાત કેડરનાં સસ્પેન્ડ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટની અરજી ગુરુવારે રદ કરી દીધી હતી. આ અરજીમાં 22 વર્ષ જુના એક કેસમાં સંજીવ ભટ્ટની ધરપકડને પડકારવામાં આવી હતી. ભટ્ટ પર આરોપ છે કે તેઓએ એક વકીલને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ તથા જસ્ટિસ એસ.કે. કૌલ અને કે.એમ. જોસેફની પીઠે કહ્યું હતું કે અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી શકાશે.

અરજીમાં તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અટકાયતમાં રહેલાં સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા માટે જરૂરી દસ્તાવેજો પર સહી કરાવવા દેવામાં આવતી નથી તેટલા માટે આ અરજી દાખલ કરવી પડી છે. સંજીવ ભટ્ટ સહીત અન્ય સાત લોકો જેમાં બનાસકાંઠા પોલીસનાં અમુક કર્મચારીઓ પણ સામેલ છે તે લોકોને શરૂઆતમાં પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી હતી.