loader

Breaking News


Home > Gujarat > ફી મુદ્દે મનમાની કરતા શાળા સંચાલકોને સુપ્રિમ કોર્ટે લગાવી ફટકાર


Foto

ફી મુદ્દે મનમાની કરતા શાળા સંચાલકોને સુપ્રિમ કોર્ટે લગાવી ફટકાર

July 12, 2018, 1:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટે ૨ સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે ૧૮૬૩ શાળાઓએ ફીનો પ્રસ્તાવ ન આપ્યો હોવાથી આ આદેશ આપ્યો છે. જો પ્રસ્તાવ નહીં આપે તો તેના પર પગલા પણ લઈ શકાશે.



ગુજરાતની ૧૬૦૦૦ સ્કૂલ પૈકી ૧૮૬૩ સ્કૂલે ફીનો પ્રસ્તાવ આપ્યો નથી. ગુજરાત સરકાર દ્વારા પત્ર લખી શાળાઓને જાણ કરવામાં આવશે. તેમજ જરૂરી અને બિનજરૂરી ફી અંગે રાજ્ય સરકાર જણાવશે. ફીનાં મુદ્દે મનમાની કરતા શાળા સંચાલકોને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે અને બે અઠવાડિયામાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે શાળા સંચાલકોને સરકારી જાહેરાતનો અમલ કરવા આદેશ કર્યો છે. રાજ્યમાં ૧૬ હજારમાંથી ૧૮૦૦ શાળાઓએ ફી નિયમનને લગતો પ્રસ્તાવ જ આપ્યો નથી ત્યારે કોર્ટે બે અઠવાડિયામાં પ્રસ્તાવ આપવાની વાત કહી છે. ફી નિયમન કમિટીને પ્રસ્તાવ બાદ ગુજરાત સરકાર શાળાઓને માહિતી આપશે. જો શાળા દ્વારા પ્રસ્તાવ નહી આપવામાં આવે તો પગલા ભરવામાં આવી શકે છે. ફીનાં મુદ્દે સરકાર દ્વારા શાળઓને ચીઠ્ઠી લખી જાણ પણ કરવામાં આવશે. ફી નિયમનનાં રાજ્ય સરકારનાં કાયદાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. જેના પર આજે થયેલી સુનાવણી એક કલાક કરતા વધુ સમય ચાલી હતી. જે સમયે એક કલાક ઉપરાંત ચાલેલી સુનાવણીમાં એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે શાળા ટ્રાન્સપોર્ટ, ખોરાક, યુનિફોર્મ, પુસ્તકો અને અન્ય પ્રવૃત્તિઓ ફરજિયાત બનાવી તેના વિશેની ફી લઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલની રજૂઆતોને સ્વીકારી છે. સરકાર શાળાઓને આ બાબતે જાણ કરશે.