loader

Breaking News


Home > Bollywood > પ્રિયા પ્રકાશ વારીયર સામે નોંધાયેલી FIR રદ કરવા સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો


Foto

પ્રિયા પ્રકાશ વારીયર સામે નોંધાયેલી FIR રદ કરવા સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો

Feb. 21, 2018, 12:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : સુપ્રીમ કોર્ટે મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર વિરુદ્ધ દરેક FIR પર રોક લગાવી દીધી છે. કોર્ટે કોઈપણ અરજ્યને આ મુદ્દે FIR તેમજ કાર્યવાહી નહી કરવાનું આદેશ ફરમાવ્યો છે તેમજ FIR નોંધાવનારા સામે કોર્ટે નોટીસ પણ બહાર પાડી છે. ઉલ્લેખનીય છે કે મલયાલમ ફિલ્મ ઓરું અદાર લવનાં ગીતને લઈને પ્રિયા અને નીદેર્શક ઉમર અબ્દુલ વહાબ વિરુદ્ધ તેલંગાણા અને મહારાષ્ટ્રમાં એફઆઈઆર નોંધાઈ હતી તેને રદ કરવાની માંગ પણ કરવામાં આવી હતી.

આ વિવાદ ફિલ્મના ગીત માણિક્ય મલારાયા પુવી..ને લઈને થયો હતો જે કેરળના મલબાર ક્ષેત્રનું એક પારંપરિક મુસ્લિમ ગીત છે. આ ગીત મોહમ્મદ પૈગમ્બર અને તેમની પ્રથમ પત્ની ખદીજા વચ્ચેનાં પ્રેમનું વર્ણન અને પ્રસંશા કરે છે. આ ગીત સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ તેલંગાના રજા અકાદમી અને જનજાગરણ સમિતિએ મુસ્લિમોની ધાર્મિક ભાવનાઓને કથિત રીતે દુભાવવા બદલ FIR થઇ હતી.