loader

Breaking News


Home > National > કુમારસ્વામીને મુખ્યમંત્રી તરીકે નિયુક્તિનો વિરોધ કરવાં સુપ્રિમ કોર્ટ પહોંચી હિંદુ મહાસભા


Foto

કુમારસ્વામીને મુખ્યમંત્રી તરીકે નિયુક્તિનો વિરોધ કરવાં સુપ્રિમ કોર્ટ પહોંચી હિંદુ મહાસભા

May 22, 2018, 11:34 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કર્ણાટકમાં સરકાર બનાવવા આડેનાં વિઘ્નો દુર થવાનું નામ નથી લઇ રહ્યા. ભાજપની સરકાર બનતા સુપ્રિમ કોર્ટમાં કેસ દાખલ થયા બાદ હવે હિંદુ મહાસભાએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને કુમારસ્વામીએ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવા સામે વિરોધ દર્શાવ્યો છે.

મહાસભાએ કુમારસ્વામીનાં શપથગ્રહણ સમારોહને ગેરબંધારણીય દર્શાવીને દેશની સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરી છે. કર્ણાટક વિધાનસભાની ૨૨૨ બેઠકો માટે થયેલ ચુંટણીમાં કોઈને બહુમતી નહોતી મળી. પરિણામ બાદ ભારતીય જનતા પાર્ટી ૧૦૪ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી અને રાજ્યપાલે તેણે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવા માટે ૧૫ દિવસનો સમય આપ્યો હતો.