loader

Breaking News


Home > National > લોકપાલ મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કેન્દ્રને આપ્યો નિર્દેશ - 10 દિવસમાં જણાવો ક્યારે થશે નિયુક્તિ ?


Foto

લોકપાલ મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કેન્દ્રને આપ્યો નિર્દેશ - 10 દિવસમાં જણાવો ક્યારે થશે નિયુક્તિ ?

July 2, 2018, 2:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : લોકપાલની નિયુક્તિ મુદ્દે સુપ્રિમ કોર્ટ સખ્ત થતી જોવા મળી છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને સોગંધનામું દાખલ કરીને તે જણાવવાનો નિર્દેશ કર્યો છે કે લોકપાલની નિયુક્તિ ક્યારે થશે ? કોર્ટે દસ દિવસમાં સોગંધનામું દાખલ કરીને લોકપાલની નિયુક્તિ માટે લાગવાવાળા સમય અને ઉઠાવવામાં આવી રહેલા પગલાંઓની માહિતી માંગી હતી.

સંસદમાં કાયદો બનવા છતાં હજુ સુધી લોકપાલની નિયુક્તિ નથી થઇ. સુપ્રીમ કોર્ટનાં વારંવાર નિર્દેશ આપવા છતાં લોકપાલની નિયુક્તિ ટાળવામાં આવી રહી છે. લોકપાલનાં મુદ્દે સરકારમાં આવેલ મોદી સરકારે હજુ સુધીં લોકપાલની નિયુક્તિ કરી નથી. સરકારે કહ્યું હતું કે લોકપાલની નિયુક્તિ માટે વિરોધ પક્ષના નેતા હોવા જોઈએ તે નથી ત્યારે સુપ્રિમ કોર્ટે કોંગ્રેસનાં મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષનાં નેતા માનીને પ્રકિયા પૂરી કરવા જણાવ્યું હતું જો કે હજુ પણ લોકપાલની નિમણુંક થઇ શકી નથી.