loader

Breaking News


Home > National > તુતીકોરીન મામલે સુપ્રિમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો ઇન્કાર


Foto

તુતીકોરીન મામલે સુપ્રિમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો ઇન્કાર

May 25, 2018, 11:42 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : તુતીકોરીન મુદ્દે સુપ્રિમ કોર્ટે હાલ સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રિમ કોર્ટે અરજીકર્તાનાં વકીલની અરજી પર સોમવારે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રિમ કોર્ટમાં તુતીકોરીન મુદ્દે દાખલ થયેલ અરજીમાં તાત્કાલિક સુનાવણી કરવાની માંગ કરવામાં આવી હતી.

અરજીકર્તાનાં વકીલ જીએસ મણીએ કોર્ટથી તુતીકોરીન કલેકટર, પોલીસ અધિક્ષક અને અન્ય પોલીસકર્મીઓ પર FIR કરીને સીબીઆઈ તપાસની માંગ કરી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આ સીધે સીધે હત્યાનો મામલો છે. અરજીમાં મૃત્યુ પામેલા લોકો માટે ૫૦ લાખ, ઘયલ લોકો માટે ૨૫ લાખનું વળતર આપવાની માંગ કરી હતી તેમજ તુતીકોરીન, કન્યાકુમારી અને અન્ય જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા ચાલુ રાખવાની માંગ કરી હતી.