loader

Breaking News


Home > National > સુપ્રીમ કોર્ટનો રોહીંગ્યા મુદ્દે દખલ કરવાનો ઇન્કાર, પરત મ્યાંમાર મોકલવાની તૈયારી


Foto

સુપ્રીમ કોર્ટનો રોહીંગ્યા મુદ્દે દખલ કરવાનો ઇન્કાર, પરત મ્યાંમાર મોકલવાની તૈયારી

Oct. 4, 2018, 11:56 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે રોહીંગ્યા ઘુષણખોરોને તેમના દેશ મ્યાંમાર પરત મોકલવાના મુદ્દે દખલઅંદાજી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. કોર્ટનાં આ નિર્ણયથી અસમમાં રહેલાં સાત રોહીંગ્યા ઘુષણખોરોને મ્યાંમાર ડિપોર્ટ કરવાનો માર્ગ સાફ થઇ ગયો છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ વકીલ પ્રશાંત ભૂષણની અરજી રદ કરતાં તેમને પ્રથમદર્શી મ્યાંમારના નાગરિક જ ગણાવ્યાં હતા. તમને જણાવી દઈએ કે આ પ્રથમ વખત બની રહ્યું છે કે રોહીંગ્યાઓને મ્યાંમાર મોકલવામાં આવશે.

ગૃહ મંત્રાલયનાં અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે ગુરુવારે સાત રોહીંગ્યા ઘુષણખોરોને મણિપુરમાં મોરેહ સીમા પોસ્ટ મ્યાંમાર પ્રશાસનને સોંપવામાં આવશે. દિલ્હીમાં એક અધિકારીએ જણવ્યું હતું કે આ ગેરકાયદે શરણાર્થીઓની પોલીસે ધરપકડ કર્યા બાદ તેઓ વર્ષ 2012 થી અસમના સિલચર જિલ્લાની એક જેલમાં રાખવામાં આવ્યા હતા.