loader

Breaking News


Home > National > કોંગ્રેસની પ્રોટેમ સ્પિકર પરની અરજી સુપ્રીમે ફગાવી, બોપૈયા જ રહેશે સ્પિકર


Foto

કોંગ્રેસની પ્રોટેમ સ્પિકર પરની અરજી સુપ્રીમે ફગાવી, બોપૈયા જ રહેશે સ્પિકર

May 19, 2018, 12:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કર્ણાટકમાં આજે થનારા ફ્લોર ટેસ્ટ પહેલાં રાજ્યપાલે નિમેલા વિધાનસભાનાં પ્રોટેમ સ્પિકરનાં નિર્ણયને કોંગ્રેસે અને જેડીએસે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ કોર્ટે કોંગ્રેસને ઝટકો આપતા ફ્લોર ટેસ્ટ રાજ્યપાલે નિમેલા પ્રોટેમ સ્પિકર દ્વારા કરાવવામાં આવશે તેવો ચુકાદો આપ્યો હતો. જો કે હવે ફ્લોર ટેસ્ટનો લાઈવ ટેલીકાસ્ટ થશે. કોંગ્રેસે આ લાઈવ ટેલીકાસ્ટને પોતાની જીત ગણાવી છે.

કોગ્રેસે અરજીમાં ભાજપનાં ધારાસભ્ય બોપૈયાને પ્રોટેમ સ્પિકર નિયુક્ત કરવાનાં નિર્ણયને રદ કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે આ પરંપરાથી ભિન્ન છે કેમકે પરંપરા અનુસાર આ પદ પર સૌથી વરિષ્ઠ ધારાસભ્યને નિયુક્ત કરવામાં આવે છે.

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યપાલ દ્વારા એક કનિષ્ઠ ધારાસભ્યને પ્રોટેમ સ્પિકર તરીકે નિમણુંક કરવી ગેરબંધારણીય પગલું છે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે શક્તિ પરીક્ષણ સ્વંતંત્ર અને નિષ્પક્ષ રીતે થાય.