loader

Breaking News


Home > National > ભડકાઉ ભાષણ મુદ્દે યોગી આદિત્યનાથને સુપ્રીમ કોર્ટે મોકલી નોટિસ


Foto

ભડકાઉ ભાષણ મુદ્દે યોગી આદિત્યનાથને સુપ્રીમ કોર્ટે મોકલી નોટિસ

Aug. 20, 2018, 4:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની નોટીસ આપી છે આ નોટિસ 2007માં આપવામાં આવેલ એક ભડકાઉ ભાષણ વિશે હતી. સુપ્રીમ કોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા ની અધ્યક્ષતામાં ખંડપીઠે નોટિસ આપીને યોગી આદિત્યનાથ ને પૂછ્યું છે કે તમારા આ ભડકાઉ ભાષણ ઉપર તેમના વિરુદ્ધ કેમ ના કેસ ચલાવવામાં આવે. આ મામલે અલ્હાબાદ હાઇકોર્ટે યોગી આદિત્યનાથ અને અન્ય રાહત આપી હતી.

આ મુદ્દે મુખ્ય અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અલ્હાબાદ હાઇકોર્ટે તૅમની વાત સાંભળ્યા વગર જ કેસ રદ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2007 માં ગોરખપુરમાં બે પક્ષો વચ્ચે વિવાદ પેદા થયો હતો ત્યારબાદ આ વિવાદ એટલો વધી ગયો હતો કે એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. પછી આ મામલો વધુઇને સાંપ્રદાયિક બની ગયો હતો. આદિત્યનાથ પર આરોપ લગાવવામાં આવ્યો છે તેઓ ત્યારે ગોરખપુરના સાંસદ હતા અને તેમણે ભડકાઉ ભાષણ આપ્યું હતું તેના બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા.