loader

Breaking News


Home > National > સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, સમલૈંગિકતા હવે અપરાધ નહીં


Foto

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, સમલૈંગિકતા હવે અપરાધ નહીં

Sept. 6, 2018, 12:42 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતમાં બે વયસ્કો વચ્ચે સમલૈંગિક સબંધ બનાવવો હવે ગુનો નથી। મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની આગેવાની વાળી સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠે આજે બે પુખ્ત વયનાં વ્યક્તિઓ વચ્ચે સહમતીથી બાંધવામાં આવેલ સમલૈંગિક સબંધોને અપરાધ ગણાવનારી ધારા 377 ને ખતમ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે ધારા 377 બાબતે વ્યક્તિગત સન્માન આપવાની વાત કરી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમાજ પૂર્વગ્રહોથી મુક્ત થવો જોઈએ. દરેક વાદળમાં ઇન્દ્રધનુષ શોધવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રધનુષ વાળો ઝંડો એલજીબીટી સમુદાયનું પ્રતીક છે. મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા અને જસ્ટિસ એએમ ખાનવિલ્કરે જણાવ્યું હતું કે સમાન લિંગ વાળા લોકો વચ્ચે સબંધ બાંધવો હવે કલમ 377 અંતર્ગત નહિ આવે.