loader

Breaking News


Home > National > સુપ્રિમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, આવતીકાલે કર્ણાટકમાં થશે ફ્લોર ટેસ્ટ


Foto

સુપ્રિમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, આવતીકાલે કર્ણાટકમાં થશે ફ્લોર ટેસ્ટ

May 18, 2018, 12:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દીલ્હી : કર્ણાટક મુદ્દે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી શરુ થઇ હતી. સુપ્રિમ કોર્ટે આ અરજી પર બીજી વખત સુનાવણી કરી રહી છે. જેમાં કોંગ્રેસ અને જેડીએસને રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને આપેલા આમંત્રણને પડકારવામાં આવ્યું છે.

સુપ્રિમ કોર્ટે આ મુદ્દે મહત્વનો નિર્ણય આપતાં જણાવ્યું હતું કે આવતીકાલે ચાર વાગ્યે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવશે જેમાં યેદિયુરપ્પાએ બહુમતી પુરવાર કરવી પડશે. જો કે ચુકાદા બાદ કોંગ્રેસના વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે આજે સુપ્રિમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.

સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર ફ્લોર ટેસ્ટ સિક્રેટ બેલેટથી નહિ યોજવામાં આવે પરંતુ પ્રોટેમ સ્પીકર કહે તે રીતે ફ્લોર ટેસ્ટ થશે. વધુમાં સુપ્રિમ કોર્ટે યેદિયુરપ્પાનાં રાજકીય હાથ કાપી નાંખ્યા છે અને કોઈપણ રાજકીય નિર્ણય લેવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.