loader

Breaking News


Home > National > સુપ્રિમ કોર્ટનો દહેજપ્રથાને લઇને મોટો ચુકાદો, પતિની થઇ શકે છે તુરંત જ ધરપકડ


Foto

સુપ્રિમ કોર્ટનો દહેજપ્રથાને લઇને મોટો ચુકાદો, પતિની થઇ શકે છે તુરંત જ ધરપકડ

Sept. 17, 2018, 8:59 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દહેજ અત્યાચારનાં મામલામાં પતિ અને તેમના પરિવારને મળેલા સેફગાર્ડનો ગાળો હવે ખતમ થઇ ચુક્યો છે. સુપ્રીમ કોર્ટે અગાઉનાં પોતાના ચુકાદામાં મોટો ફેરફાર કરીને પતિની ધરપકડ માટેનો માર્ગ મોકળો કરી દીધો છે.



સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફરિયાદોનો નિકાલ લાવવા માટે પરિવાર કલ્યાણ કમિટિની જરૂર નથી. મામલામાં આરોપીઓની તરત ધરપકડ પર મુકવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લઇને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ભોગ બનેલાઓની સુરક્ષા માટે આ પ્રકારનાં પગલા લેવાની જરૂર દેખાઈ રહી છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, આરોપીઓ માટે વચગાળાની જામીન માટે માર્ગ ખુલ્લો છે. કોર્ટનાં ચુકાદા મુજબ પોલીસ સીઆરપીની કલમ ૪૧ હેઠળ કામ કરી શકશે જેમાં પુરતા પ્રમાણમાં આધાર હોવા પર ધરપકડની જોગવાઈ રહેલી છે.

દહેજ અત્યાચારનાં મામલામાં સુપ્રીમ કોર્ટનાં બે જજની બેંચે ગયા વર્ષે આપવામાં આવેલા પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, દહેજ અત્યાચારનાં કેસમાં સીધીરીતે ધરપકડ થઇ શકશે નહીં. પરંતુ આ ચુકાદા બાદ ચીફ જસ્ટિસ દિપક મિશ્રાનાં નેતૃત્વવાળી ત્રણ જજની બેંચે કહ્યું હતું કે, દહેજ અત્યાચારનાં મામલામાં જે સેફગાર્ડ આપવામાં આવ્યા છે તેની પાછળ તેઓ સહમત નથી. બે જજની બેંચનાં ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસનાં નેતૃત્વમાં ત્રણ જજની બેંચને બીજી વખત વિચારણા કરવા માટે કહેવામાં આવ્યું હતુ.