loader

Breaking News


Home > National > NRC ડ્રાફ્ટથી બહાર લોકો પૈકી ૧૦ ટકાના મૂલ્યાંકનનો સુપ્રીમ કોર્ટનો આદેશ


Foto

NRC ડ્રાફ્ટથી બહાર લોકો પૈકી ૧૦ ટકાના મૂલ્યાંકનનો સુપ્રીમ કોર્ટનો આદેશ

Aug. 29, 2018, 4:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આસામમાં તાજેતરમાં જ પ્રકાશિત કરવામાં આવેલા નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટિઝનના ડ્રાફ્ટ ઉપર થયેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો હતો. મંગળવારના દિવસે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપતા ડ્રાફ્ટથી બહાર રાખવામાં આવેલા લોકો પૈકી ૧૦ ટકાના મૂલ્યાંકન માટેનો આદેશ જારી કર્યો હતો. જસ્ટિસ રંજન ગોગોઈ અને આરએફ નરિમનની બેંચે આ મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો હતો જેના ભાગરુપે એનઆરસીથી બહાર રાખવામાં આવેલા ૧૦ ટકા લોકોને ફરીથી મૂલ્યાંકન કોર્ટના સંતોષ માટે એકમાત્ર સર્વેક્ષણ તરીકે છે. તેના શેડ્યુઅલ અંગે ચુકાદો મોડેથી કરવામાં આવશે.

કોર્ટે એનઆરસી ડ્રાફ્ટના સંબંધમાં દાવા અને વાંધાઓ સ્વીકાર કરવા માટે નિર્ધારિત ૩૦મી ઓગસ્ટની તારીખને પણ સ્થગિત કરી દીધી હતી. આને ફાઈલ કરવાને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્રની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરમાં વિરોધાભાષને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના આ પ્રસ્તાવ ઉપર પણ શંકા વ્યક્ત કરી છે કે, દાવો કરનાર વ્યક્તિને ડ્રાફ્ટમાં સામેલ થવા માટે વિરાસત સાથે સંબંધિત દસ્તાવેજાને બદલવા માટે મંજુરી આપવામાં આવી છે. તમામ લોકો જાણે છે કે, એનઆરસી લિસ્ટનો બીજા ડ્રાફ્ટ ૩૦મી જુલાઈના દિવસે જારી કરવામાં આવ્યો હતો જેના ભાગરુપે ૩.૨૯ કરોડ લોકોમાંથી ૨.૮૯ કરોડ લોકોના નામ સામેલ કરવામાં આવ્યા હતા. આ યાદીમાં ૪૦૭૦૭૦૭ લોકોના નામ દાખલ કરવામાં આવ્યા ન હતા. આમાથી ૩૭૫૯૬૩૦ નામોને અસ્વીકાર કરી દેવામાં આવ્યા તા જ્યારે ૨૪૮૦૭૭ પર ચુકાદો હજુ કરવામાં આવ્યો નથી.